HomeGujaratમોરબી-માળિયા મી.તાલુકાની 32 શાળામાં ઓરડાની ઘટ્ટ નહી રહે રાજ્ય સરકારે 119 નવા...

મોરબી-માળિયા મી.તાલુકાની 32 શાળામાં ઓરડાની ઘટ્ટ નહી રહે રાજ્ય સરકારે 119 નવા ઓરડા મંજુર કર્યા

મોરબી-માળિયા મિયાણા વિધાનસભા બેઠકમાં આવેલી વિવિધ પ્રાથમિક શાળામાં વિધાથીઓની સંખ્યા મુજબ ઓરડાની ઘટ રહેતી હતી. જેના કારણે કેટલીક શાળામાં એક ક્લાસમાં બે વર્ગ બેસાડવા પડતા હતા તો કેટલીક શાળા બે પાળીમાં ચલાવવી પડતી હોય છે તો ક્યાંક શાળા બહાર વિધાર્થીઓ અભ્યાસ કરવા મજબુર બનતા હતા. આ અંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સુધી ફરિયાદ જતા તેઓએ આ અંગે રાજ્ય સરકારમાં લેખિત રજૂઆત કરી હતી અને તેના આધારે રાજ્ય સરકાર દ્વારા મોરબી માળિયા વિધાનસભા બેઠક આવતી 32 પ્રાથમિક શાળામાં 119 ઓરડા મંજુર કર્યા હતા.તાલુકા મુજબ જોઈએ તો માળિયા મિયાણા શહેર અને તાલુકામાં 15 અને મોરબી શહેર અને તાલુકાના 17 જેટલી શાળાના ઓરડા મંજુર થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW