HomeGujaratમોરબીના લાતી પ્લોટમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ

મોરબીના લાતી પ્લોટમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ

મોરબી શહેરના આધોગિક ઝોન એવા લાતી પ્લોટમાં દર ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો, કાદવ કીચડ તેમજ ગંદકીના સામ્રાજ્ય છવાઈ જતા હોવાની ફરિયાદ છે દર વર્ષની આં સમસ્યા થી લાતી પ્લોટમાં આવેલા ઘડિયાળ, તેમજ તેની સાથે જોડાયેલ અન્ય નાની મોટી ફેકટરી તેમના ગોડાઉન અને શોરૂમ વગેરેમાં જોડાયેલા હજારો શ્રમિકો તેમજ ઉદ્યોગકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અનેક વખત આં અંગેની ફરિયાદ ઉઠ્યા બાદ આજે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર હર્ષ દીપ આચાર્ય તેમજ પાલિકાના સેનીટેશન,ભૂગર્ભ તેમજ અન્ય વિભાગના કર્મચારીઓને સાથે રાખી સફાઈ અભિયાન શરૂ કરાવ્યું હતું .

પાલિકા ની ટીમ દ્વારા આં વિસ્તારમાં જેસીબી અને લોડર તેમજ મોટા ટ્રેલર સહિતના વાહનો જોડી સફાઈ શરૂ કરવી હતી. આગામી સપ્તાહ દરમિયાન જ્યાં સુધી લાતી પ્લોટમાં ગંદકી સંપૂર્ણ પણે સાફ કરવા તેમજ અલગ અલગ વિસ્તારમા વરસાદી પાણી નિકાલ અને રસ્તા યોગ્ય કરવા સહિત લાતી પ્લોટ ને ફરીએકવાર ચોખા કરી દેવાની ખાતરી આપવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW