મોરબીના મહેન્દ્રનગર ચોકડીથી જેતપુર જવાના માર્ગને ફોરલેન્ડ કરવા માટેનું કામ 27 માંથી મંજૂર થયેલ હોય અને આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું હોય આ રસ્તાની બંને બાજુએ આવેલા દબાણ ડેવલપમેન્ટ મુજબ દૂર થાય તો જ આ રોડનું કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય જો કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થાય તો કોન્ટ્રાક્ટરને પેનલ્ટી ભરવી પડે છે એ જ રીતે જો વહીવટી અડચણના કારણે કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થાય તો સરકારે કોન્ટ્રાક્ટરને વધુ નાણાં ચૂકવવા પડે છે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર હિતેશ આદ્રોજા એ આ બાબત જિલ્લા કલેકટર જી ટી પંડ્યાના ધ્યાને મુકતા તેઓના માર્ગદર્શન નીચે આજરોજ આ રોડ પરના તમામ નડતરરૂપ દબાણો દૂર કરવા માટે મોરબી તાલુકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નિખિલ મહેતા અને મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર વાળાએ સંયુક્ત રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી માર્ગ અને મકાન વિભાગને આ દબાણો દૂર કરવા માટે અનુકૂળતા કરી આપેલ જેના પરિણામે આજે આ દબાણો દૂર કરવામાં આવતા જેતપુર રોડ નું કામ સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકશે.

