HomeGujaratમોરબીમાં ક્લેક્ટરે એક જ વિભાગમાં લાંબા સમયથી ચોંટી ગયેલા નાં. મામલતદાર અને...

મોરબીમાં ક્લેક્ટરે એક જ વિભાગમાં લાંબા સમયથી ચોંટી ગયેલા નાં. મામલતદાર અને કલાર્કને ઉખેડી નાખ્યા 

મોરબી જિલ્લાના મહેસૂલી વિભાગ તેમજ અન્ય વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી નાયબ મામલતદાર અને ક્લાર્ક ગુંદની જેમ ચીપકીને બેસી ગયા હતા અને તેમાંથી કેટલાક વિરૂધ્ધ તો ફરિયાદોનો એટલો મારો ચાલ્યો હતો કે તેની બદલી કરી દૂર કરવા સિવાય બીજો વિકલ્પ રહ્યો ન હતો ત્યારે જિલ્લા કલેકટરે લાંબા સમયથી અટકી પડેલી બદલીના ઓર્ડર પર મંજૂરીની મહોર મારી દીધી હતી અને એક ને એક જગ્યાએ લાંબા સમયથી ચોંટી ગયેલા નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલી કરવામાં આવી છે.આં બદલીના ઓર્ડર માં 18 નાયબ મામલતદાર તેમજ 24 જેટલા ક્લાર્ક નો સમાવેશ થયો છે.

જોકે કલેકટર કચેરીમાં આં ઓર્ડર બાદ પણ હજુ કેટલાક કર્મચારી જેમને તેમ હોય ચિપકેલ છે આવા કર્મચારીઓ પણ કલેકટર નજર નાખી વહીવટી પારદર્શિતા લાવવા તેને પણ અન્ય સ્થળે બદલવા જરૂરી છે

હાલ જે કર્મચારીઓ ની બદલી થઈ તેમાં પી.એમ. નાયકપરાની ટંકારા સર્કલ, જે.વી. ખાખરીયાની મોરબી ગ્રામ્ય મધ્યાન ભોજન, ઓ.એન. જાડેજાની કલેકટર કચેરી અપીલ, આર.જી. રતનની કલેકટર કચેરી મહેસુલ, જે.પી. પાલિયાની કલેકટર કચેરી મેજિસ્ટ્રીયલ શાખા, એ.બી. રાઠોડની મોરબી મામલતદાર મતદાર, પી.એન..અજાણીની ટંકારા દબાણ, એસ.આર. ગોહિલની હળવદ પ્રાંત, કે. ડી. બુસાની મોરબી ઇ ધરા,જે.સી. પટેલની ટંકારા ઇ ધરા,.વાઈ. પી. ગોસ્વામીની કલેકટર કચેરી ડિઝાસ્ટર, પી.બી. ત્રિવેદીની ટંકારા એટીવીટી, એચ.એસ. ડોડીયાની માળિયા, વી.પી. બારડની મોરબી પ્રાંત, એચ.એમ પરમારની વાંકાનેર સર્કલ, આર.એલ. ઝાલાની વાંકાનેર સર્કલ, જી.એસ. જાડેજાની મોરબી પ્રાંત, એમ. જે. પટેલની મોરબી પુરવઠામાં બદલી કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW