HomeGujaratમોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં નવા નીર આવ્યા, 1666 કયુસેક આવક

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં નવા નીર આવ્યા, 1666 કયુસેક આવક

રાજ્યભરમાં ચોમાસાની ધમાકેદર એન્ટ્રી થઇ ચુકી છે ચાલુ સપ્તાહમાં અલગ અલગ સ્થળે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે એક તરફ ખેડૂતોએ ચોમાસા પાકનું વાવેતર શરુ કરી દીધું છે તો બીજી તરફ જિલ્લાના જળાશયમાં પાણીની આવક પણ શરુ થતા ધીમે ધીમે પાણી સમસ્યા હલ થવાની આશા સેવાઈ રહી છે

મોરબી જીલ્લાની વાત કરીએ તો ગત સોમવારથી જીલ્લામાં ચોમાસાના વરસાદની શરુઆત થઇ હતી સોમવારે મોરબી શહેરમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો ટંકારામાં બે ઇંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ નોધાયો હતો સોમવાર બાદથી સમગ્ર જીલ્લામાં છુટા છવાયા વીસ્તારમાં હળવા ઝાપટાથી લઇ વાવણી લાયક વરસાદ થવાનો શીલ શીલો યાથાવત રહ્યો છે વરસાદને પગલે મોરબી જિલ્લાના નાના મોટા જળાશયમાં પાણીની આવક શરુ થઈ છેં મોરબી શહેરની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયન 1666 કયુસેક પાણીની આવક થઇ છે . આ ઉપરાંત સૌની યોજના અંતર્ગત પણ નર્મદા નિગમ દ્વારા પણ પાણી મચ્છુ 2 ડેમમાં છોડવામાં આવ્યું છે અંતર્ગત 417 કયુસેક પાણીની આવક ચાલુ છે મોરબીના મચ્છુ 2 ડેમમાં ગુરુવારની સ્થિતિ ડેમમાં પાણીની સ્થિતિ જોઈએ ડેમની કુલ 58 ફૂટની ઊંડાઈ સામે હાલ 20.03 ફૂટ પાણી ભરાયેલ છે અને ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે 0.39ફૂટ ની ઊંડાઈમાં વધારો થયો છે.

મોરબી જિલ્લાના સૌથી મોટા પીવાના પાણીના ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 3104 એમસીએફટી છે અને તેની સામે હાલ 1172 એમસીએફટી જેટલી પાણી ભરાઈ જતા હાલ ડેમની સ્થિતિ કુલ સંગ્રહ ક્ષમતા 37.75 ટકા જેટલું પાણી ભરાઈ ગયું છે પ્રથમ વરસાદથી મોરબીના જીવાદોરીમાં નવા નીરની આવક થતા મોરબીવાસીઓ માટે રાહત લાવી છે મચ્છુ ૩ ડેમમાં પણ 139 કયુસેક પાણીની આવક થઇ હતી જોક અ ડેમાં અગાઉથી ભરાયેલ હોવાથી સિંચાઈ વિભાગ દ્વરા ડેમના 1 ગેટ 2 ઇંચ જેટલો ખોલી 139 કયુસેક પાણી નદીમાં છોડી દેવાયું છે.

મોરબી જિલ્લાના બાકી ડેમની સ્થિતિ જોઈએ તો મચ્છુ 1 ડેમમાં હાલ ૨૪૩૫ એમસીએફટી કેપેસીટી સામે 376.15 એમસીએફટી ભરાયેલ છે તો ડેમી 1માં 783એમસીએફટી ની સંગ્રહ ક્ષમતા સામે 112.06 એમસીએફટી પાણી ભરાયેલ છે.ડેમી 2 માં 753 એમસીએફટી ની કેપેસીટી સામે 133 .14 એમસીએફટી પાણી ભરાયેલ છે ડેમી3 ડેમની 339 એમસીએફટી સંગ્રહ ક્ષમતા સામે 37.08 એમસીએફટી જેટલું જ પાણી ભરાયેલ છે. બ્રાહ્મણી 2 માં 2060 એમસીએફટીની પાણી સમાય શકે તેટલી કેપેસીટી છે જેની સામે 476 પાણી ભરાયેલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW