મોરબીની મૂખ્ય પોસ્ટ ઓફિસમાં આજથી ફોરેન પાર્સલ બુકિંગ સેવા શરૂ કરવામા આવી છે.આં નવી સર્વિસ એક્સપોર્ટનો બિઝનેસ કરતા ધંધાર્થીઓ તેમના કોમર્શિયલ પાર્સલ સેમ્પલ પોસ્ટલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેઓ પોતે જ બુકિંગ કરી શકે છે આ પાર્સલ સર્વિસ વિશ્વના 213 દેશો સાથે જોડાયેલ છે અને ભારત સરકાર દ્વારા મોરબી પોસ્ટ ઓફિસને ડાક નીર્યાત કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવેલ છે ફોરેન પાર્સલ સેવા શરૂ કરવામાં આવેલ છે .

આ માટે રાજકોટ થી એક ટીમ જેમાં ગૌરવ રંજન, તેમજ ભાવેશભાઈ રાવલ SDI (P)મોરબી સબ ડિવિઝન તેમજ એનપી રાજદેવ હાર્દિકભાઈ ત્રિવેદી તેમજ મોરબી મુખ્ય ડાક ઘરના પોસ્ટ માસ્તર પરાગ વસંત તથા પી આર આઈ પી જી આર રાવલ તથા મોરબીના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ દિવ્યેશ જી ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને આજરોજ ફોરેન પાર્સલ મોકલનાર ધંધાર્થીઓ સાથે મીટીંગ યોજવામાં આવેલ તેમજ આજે ડાક નિરિયાત કેન્દ્રનો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ તો મોરબી વિસ્તારમાં ઔધોગિક એકમોને ઈ કોમર્સ કોમર્શિયલ ડોક્યુમેન્ટ સેમ્પલ વગેરે મોકલવા માટે મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસના દિવ્યેશભાઈ ભટ્ટ અને પરાગ વસંત પોસ્ટ માસ્તર મોરબી નો સંપર્ક કરવા જણાવ્યુ છે.

