HomeGujaratમોરબીમાં વાહન અકસ્માતના અલગ અલગ બે બનાવમાં બે લોકોનાં મોત

મોરબીમાં વાહન અકસ્માતના અલગ અલગ બે બનાવમાં બે લોકોનાં મોત

મોરબી જિલ્લાના માર્ગો પર દિન પ્રતિદિન વાહન અકસ્માત ના બનાવ વધી રહ્યા છે જેમાં લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે સોમવારે મોરબી શહેરમાં અલગ અલગ બે સ્થળે વાહન અકસ્માતના મોતની ઘટના બની હતી જેમાં બે લોકોના મોત થયા હતા પ્રથમ બનાવ મોરબી માળીયા નેશનલ હાઇવે પર આવેલ ટીંબડી પાટીયા પાસે બની હતી. મળતી માહિતી મુજબ  મોરબી માળીયા હાઇવે પર  આવેલ ટીંબડી પાટિયા વિસ્તારમાં આવડ ટ્રક સર્વિસ સ્ટેશન ધરાવતા દિલીપસિંહ ચંદ્રસિંહ રાઠોડ સાંજના પાંચ વાગ્યાના સમયે આવેલા આર જે ૧૯ જીએફ ૮૧૬૨ તેના સર્વિસ સ્ટેશનમાં આવેલા પાર્ક કરાવતા હતા તે વખતે અને તેમનો પગ લપસતાં તેઓ કીચડમાં પડી ગયા હતા આં. દરમિયાન રિવર્સ આવતો ટ્રક તેમના પર ચઢી જતાં દિલીપસિંહ નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.બનાવ બાદ મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી.
તો બીજી તરફ માળિયાં ફાટક પાસે ઘટી હતી જેમાં પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા મનસુખ હરીભાઈ હિંગડાચિયા નામના ૫૫ વર્ષીય આધેડ સોમવારે  તેમનું બાઈક લઈને માળિયા ફાટક પાસેથી પસાર થતા હતા તે દરમિયાન એક ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં મનસુખ ભાઈનું મોત થયું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW