મોરબીના રંગપર ગામમાં રહેતા ટીનાબેન દિનેશભાઈ સાગઠીયા નામની મહિલાનો 19 વર્ષનો યુવાન પુત્ર રોનક સાગઠીયા ગત તા 30 મે ના રોજ ઘરે કોઈને કીધા વિના નીકળી ગયો હતો. પરિવાર દ્વારા યુવાન પુત્રની શોધખોળ કરી હતી. પરંતુ પત્તો લાગ્યો ન હોવાથી આ અંગે તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી જે બાદ પોલીસ મથકમાં જાણ કરતા તાલુકા પોલીસે ગત તા 22 જુનના રોજ ગુમ સુદા અંગેની નોધ કરી હતી પરિવારના જણાવ્યા અનુસાર ગુમ થનારા રોનક શરીરે પાતાળા બાંધાનો વાને ઘઉવર્ણ જેના શરીરે સફેદ કલરનો ચેકકવાળો સર્ટ તથા બલ્યુ આછા કલરનુ પેન્ટ પહેરેલ છે તથા માથાના વાળ લાંબા છે જેની ઉચાઇ આશરે પાંચ ફુટની હોવાનો અંદાજ છે
યુવકને ઘરમાં કોઈ બાબતે ઠપકો આપ્યો હતો કે કોઈ સાથે ઝઘડો થયો હતો કકે કોઈ બાબતે જીદ કરીને ઘરેથી નીકળી ગયો છે તે અંગે કોઈ માહિતી સામે આવી શકી નથી

