HomeGujaratમોરબીમાં અજાણી નિ:સહાય મહિલાને આશ્રય અપાવતી 181 મહિલા હેલ્પલાઇન

મોરબીમાં અજાણી નિ:સહાય મહિલાને આશ્રય અપાવતી 181 મહિલા હેલ્પલાઇન

મોરબીમાં મહિલાઓની સુરક્ષા અને કાઉન્સેલિંગ માટે કાર્યરત 181 મહિલા હેલ્પ લાઈન પર એક કોલ આવેલ હતો કે એક અજાણી મહિલા એકલી રોડ પર સુતેલી હોય અને તેને મદદની જરૂર હોય તેમ લાગે છે કોલ આધારે તાત્કાલિક 181 મોરબી લોકેશન ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન પાયલોટ રાજભાઈ તેમજ કોન્સ્ટેબલ રંજનબેન ઘટના સ્થળે પહોંચેલ અને તે મહિલા પાસે જઈ સૌપ્રથમ તો તેમને પહેલા સાંત્વના આપેલ ત્યારબાદ તેમનું કાઉન્સિલિંગ સરળતાથી પૂછતાછ કરેલ જેમાં મહિલા તેમનું સરનામું કે તેમના વિશે માહિતી આપી શકતા ન હતા માટે ટીમ દ્વારા વધુ પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ તેઓ કયા રહે છે જણાવી શકતા ન હતા.ત્યાં હાજર એક વ્યક્તિ જણાવેલ કે તેઓ વાડીમાં કામ કરતા હોય બે ત્રણ દિવસથી મહિલા ત્યાં વાડીમાં એકલા ઝાડ નીચે રાત દિવસ બેસી રહેતા હોય જમવાનું પણ જમતા ના હોય કશું બોલતા જ ના હોય તેમજ રડતા હોય 181 ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારમાં મહિલાને લઈ જઈ પૂછપરછ કરેલ પરંતુ મહિલાને કોઈ ઓળખતું નથી તેવું જણાવેલ હોવાથી તેમને કાઉન્સિલિંગ તેમજ આશ્રય ની જરૂર હોવાથી મોરબી સખીવન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવેલ છે સ્થાનિક લોકોએ અભયમની માનવતા ભરી કામગીરીની પ્રશંસા કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW