મોરબી નજીક આવેલા રાજકોટ કંડલા બાયપાસ પાસે આવેલ વૈભવનગર સોસાયટીના વૈભવ એપાર્ટમેન્ટમાં રહેતુ એક પરિવાર ધાર્મિક પ્રસંગે બહાર ગામ ગયું હતું તે સમયે તેમના એપાર્ટમેન્ટ માં ઘરઘાટી કામ કરતા નેપાળી દંપતી ચોરીને અંજામ આપી નાસી ગયું હોય જે બનાવ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે તપાસ ચલાવતા નેપાળી દંપતી મહારાષ્ટ્રમાં હોવાની બાતમી મળતા મહારાષ્ટ્રના ઠાણેથી દંપતીને ઝડપી લેવામાં સફળતા મળી છે
ગત તા. ૨૩ એપ્રિલના રોજ કમલેશભાઈ નરશીભાઈ હુલાણીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ક જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેના રહેણાંક ફ્લેટમાં ચોકીદાર તરીકે નોકરી કરતા ઈસમો પરિવાર પ્રસંગમાં બહારગામ ગયો હોય ત્યારે ફ્લેટના વેન્ટીલેશનની બારી ખોલી બાથરૂમ વાટે મકાનમાં પ્રવેશ કરીને રોકડ રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ ૧૩,૨૪,૦૦૦ ની ચોરી કરી ગયા છે જે મામલે એ ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હતી
જેમાં અલગ અલગ ટીમ બનાવી હતી જે પૈકી એક ટીમને મહારાષ્ટ્રના થાણે ખાતે તપાસ અર્થે મોકલવામાં આવી હતી તેમજ ટેકનીકલ અને હુમન સોર્સીસ મારફત ચોરી કરનાર દંપતી ઠાણે હોવાની બાતમી મળતા થાણેથી આરોપી રાજેશકુમાર ઉર્ફે રાજુ બજિરસિંગ વિશ્વકર્મા અને શાંતા ઉર્ફે સરિતા રાજેશકુમાર ઉર્ફે રાજુ બજિરસિંગ વિશ્વકર્મા રહે બંને નેપાળ વાળા દંપતીને ઝડપી લઈને મોરબી લાવી સઘન પૂછપરછ કરતા રોકડ રકમ રૂ ૨૦,૦૦૦ તેમજ મોબાઈલ અને આરોપીનું ભારતનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને પોસ્ટ ખાતાની બચતબૂક તેમજ બેંક એટીએમ સહિતના ડોક્યુમેન્ટ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેજયારે આરોપી ભેરૂ ઉર્ફે ભરત વિશ્વકર્મા નામનો આરોપી હાથમાં ન આવતા તેની શોધખોળ આદરી છે.

