HomeGujaratમોરબી પાલિકાના વોર્ડ 1ના લાયન્સ નગર ઉભરાતી ગટર મુદ્દે મહિલાના કચેરીમાં ધામા

મોરબી પાલિકાના વોર્ડ 1ના લાયન્સ નગર ઉભરાતી ગટર મુદ્દે મહિલાના કચેરીમાં ધામા

મોરબી શહેરના મુખ્ય રોડ વિસ્તાર હોય કે વોર્ડ વિસ્તાર તમામ સ્થળો પર ભૂગર્ભ ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી રોડ રસ્તા અને ઘરોમાં આવા પાણી ઘૂસવાની ફરિયાદો આવર નવાર ઉઠી રહી છે.મોરબી નગર પાલિકાના ડ્રેનેજ સફાઈ વિભાગ પાસે અલગ અલગ વિસ્તારમાં દરરોજ 15-20થી ફરિયાદો આવતી રહે છે જોકે આ માંથી ખુબ ઓછી ફરિયાદોનો નિકાલ થઈ રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે આજે મોરબીના વોર્ડ નંબર 1 માં આવેલ લાયન્સ નગર વિસ્તારમાં રહેતી મહિલાઓ પાલિકા કચેરીમાં આવી પહોંચી હતી અને તેમના વિસ્તારમાં ભુગર્ભ ગટરની ઘણા સમયથી સફાઈ ન થઈ હોવાથી  ભુગર્ભ ગટરના પાણી રસ્તા પર ભરાયેલા રહે છે તેમજ નીચાણ વાળા વિસ્તારમાં ઘરમાં પણ ઘુસી જતા હોય છે જેના કારણે તીવ્ર દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરી હતી. 

આ ઉપરાંત મહિલાઓએ ફરિયાદ કરી હતી કે તેમના વિસ્તારમા અડધા થી વધુ જગ્યાએ ભૂગર્ભ ગટરની લાઈન નાખવામાં જ આવી નથી જેના કારણે તેમના વિસ્તારમાં ખુલ્લામાં ગંદા પાણીના નિકાલ કરવા સ્થાનિકો મજબૂર બને છે અને તેના કારણે આ વિસ્તારમા ગંદકીના ગંજ ખડકાયેલા છે. જેના કારણે બાળકોથી લઈ વૃધ્ધ તમામ લોકોનું આરોગ્ય જોખમમાં છે.

આ મુદ્દે સ્થાનિક મહિલાઓએ આમ આદમી પાર્ટીના કાર્યકર કરીમભાઈ જામ સાથે મળી પાલિકા કચેરીમાં વહિવટદારને આવેદન પત્ર આપ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW