મોરબી શહેરના શનાળા બાયપાસ પાસે આવેલ ભક્તિનગર સર્કલ પાસે આવેલ રોબર્ટ કન્સ્ટ્રકશન સાઈટ નજીક રહેતા મૂળ ભાવપર ગામના અલ્લારખાભાઇ હુશેનભાઇ રાઉમા નામના યુવકની પત્ની જેતુન બેન છેલ્લા એક વર્ષથી અલગ રહેતી હોય જે બાબતે તેના પરિવાર સાથે મનદુઃખ ચાલતું હોયજેનું મનદુઃખ રાખી ગઈ કાલે યુવક જુના બસ સ્ટેશન નજીક ઉભો હતો ત્યારે તેનો સાળો અજીત હમીરભાઇ રાઉમા બીજા બે શખ્સ બહાદુરભાઇ લાખાભાઇ અને હાસમભાઇ લાખાભાઇ રાઉમા સાથે ધસી આવ્યો હતો અને મારી બેનને કેમ હેરાન કરો છો તેમ કહી ગાળો આપી હતી અને બહેનને હેરાન કરશો તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી

