રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ,વિકાસ કામ ઇન્ટરનેટ જેવી સુવિધા વધે અને આ બાબતે ગ્રામ પંચાયતો વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થાય તેવા હેતુથી સ્માર્ટ વિલેજ પોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે આ માટે સરકાર દ્વારા 2022 પંચાયત ગ્રામ ગૃહ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો અને સ્માર્ટ વિલેજ યોજનાની જાહેરાત કરી હતી જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ વિલેજ માટે પસંદ કરવામાં આવેલી અલગ અલગ 11 ગાઈડલાઈનનું પાલન કરી તે સફળતા પૂર્વક અમલવારી કરે તેવા ગામને સ્માર્ટ વિલેજ તરીકે પસંદગીની શરત મુકવામાં આવી હતી અને જે પણ ગ્રામ પંચાયત આ માટે પસદંગી પામશે તે ગ્રામ પંચાયતને રૂ 5 લાખનો પુરસ્કાર આપવાની જાહરાત કરાઈ હતી

ગ્રામ પંચાયતને 11 માપદંડ પુરા કરનાર ગ્રામ પંચાયત દ્વારા સ્પર્ધામાં ભંગ લેવા નિયત કરાયેલ ફોર્મ ભરવામાં આવેલ તેમાં બેઝ યર 2021 -22 લેવાયું હતું ગ્રામ પંચાયત દ્વારા કરાયેલ રજૂઆત આધાર તાલુકા કક્ષાની સમિતિ દ્વારા ગ્રામ પંચાયતની રૂબરૂ મુલાકાત લઇ પ્રાથમિક ચકાસણી કરી હતી અને એ પ્રમાણે ગુણ આપી પોતાના અભિપ્રાય સાથેની દરખાસ્ત જિલ્લા કક્ષાએ મોકલાઈ હતી
આવેલ અરજી અને તાલુકા કક્ષાની સમિતી દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય મુજબ જીલ્લા કક્ષાની સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવી હતી આ માટે મીનીમમ માર્કિંગ ધોરણ 90 નું રાખવામાં આવ્યું હતું. આ 90 માર્કિંગ સાથે જીલ્લાની ઘણી ગ્રામ પંચાયતનું પ્રદર્શન સારું રહ્યું હતું જોકે તેમાંથી સૌથી વધુ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે પસદંગી કરવામાં આવી હતી મોરબી જીલ્લાની 362 ગ્રામ પંચાંયત માંથી નાની વાવડી ગ્રામ પંચાયતે આ સ્પર્ધામાં 95 માર્કીગ સાથે પ્રથમ ક્રમે રહી સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી પામી હતી ગ્રામ પંચાયતની આ કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાત મુજબ રૂ.5 લાખનું પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું આ સિધ્ધી બદલ મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી ડી જાડેજા તેમજ જિલ્લા પંચાયતના વિવિધ અધિકારી શાખા અધિકારી તેમજ ચુંટાયેલ સદસ્યો અને હોદેદારો એ શુભેચ્છા પાઠવી હતી

