HomeGujaratમોરબીમાં રૂપિયાની ઉઘરાણી મુદ્દે પિતા પુત્ર પર ત્રણ શખસે કર્યો હુમલો

મોરબીમાં રૂપિયાની ઉઘરાણી મુદ્દે પિતા પુત્ર પર ત્રણ શખસે કર્યો હુમલો

મોરબી શહેરના સોમૈયા સોસાયટી સામે આવેલ રોયલ બેકરીના માલિક વેપારી પિતા પુત્રને ત્રણ શખ્સ દ્વારા માત્ર 1700 રૂપિયાની ઉઘરાણી મુદ્દે ઢોર માર મારવામાં આવ્યો હતો બનાવ અંગે વેપારી દ્વારા એ ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની સોમૌયા સોસાયટી સામે રોયલ બેકરી ધરાવતા ગનીભાઈ જુમાભાઈ રાઉમા નામના વેપારીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ ભગવતી ટ્રેડિંગ નામની પેઢીમાંથી ઉધારમાં માલ ખરીદતા હોય બીલના રૂપિયા 1700 ચૂકવવાના બાકી હોવાથી ભગવતી ટ્રેડિંગના માણસ ભોલાભાઈ ઉર્ફે મોઇનભાઈ કાદરભાઈ લોધા અને અન્ય બે અજાણ્યા શખ્સ તેમની દુકાને આવી તેમના પુત્ર અરબાઝ પાસે બાકી નાણાંની ઉઘરાણી કરી હતી

પરંતુ અરબાઝે અત્યારે વેપાર ન થયો હોય આવતીકાલે પૈસા ચુકવી દેશે તેવુ જણાવતા ભોલા સહિતના ત્રણેય શખ્સ અરબાઝને માર મારવા લાગતા ફરિયાદી ગનીભાઈ પુત્રને છોડાવવા જતા ત્રણેય શખ્સોએ તેમને પણ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW