HomeGujaratમોરબીમાં ક્રિકેટ મેચ પર સટો રમતા 8 સટોડિયા ઝડપાયા,2 ફરાર

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટો રમતા 8 સટોડિયા ઝડપાયા,2 ફરાર

મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા ઋષભ સોસાયટીમાં આવેલ ગેટ પાસે આવેલ અભી પેલેસ નામના મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અને આઇપીએલની ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા અજયભાઇ કરશનભાઇ બાકુ વિક્રમભાઇ નાનજીભાઇ જોષી , નિકુલભાઇ ભુરાભાઇ આશલ, મોન્ટુભાઈ અમૃતભાઈ જોશી,મુકેશભાઇ ભાવાભાઇ ચીભડીયા, હસમુખભાઇ શિવરામભાઇ આશલ, નવીનભાઇ ગંગારામભાઇ જોષી, અશોકભાઇ ભુરાભાઇ જોષી, પ્રવિણકુમાર રાણાભાઇ ગામોટને ઝડપી લીધા હતા.જોકે આ ઘટનામાં વધુ થયા બાદ આરોપીઓની પૂછપરછ કરતા આરોપી જય લલિતભાઇ અધેરા, મિત જયેશભાઇ કાલરીયાનું નામ ખુલતા પોલીસે તમામ આરોપી વિરૂધ્ધધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ બનાવમાં 4લેપટોપ, 17મોબાઈલ સહિત રોકડ રકમ સહિત રું.2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW