મોરબી શહેરના કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતા હિમાંશુભાઈ ચંડી ભમ્મર નામના વેપારી તેમના પરિવાર સાથે બહાર એક પ્રસંગ અર્થે બહારગામ ગયા હતા તે વખતે તેમના જ મકાનમાં ચોકીદાર તરીકે કામ કરતા સદે બહાદુર વિશ્વકર્મા તેમજ તેની પત્ની બિંદુ વિશ્વકર્મા ઘરે હાજર હતા પરંતુ જ્યારે હિમાંશુભાઇ અને તેમના પરિવારજનો પરત ફર્યા ત્યારે તેમના ઘરમાંથી સામાન વેર વિખેર પડ્યો હતો તિજોરીમાંથી રોકડ રકમ દાગીના મળી આવ્યા ન હતા તેમજ તેમના ઘરમાં કામ કરતા મૂળ નેપાળી પતિ પત્ની પણ હાજર મળી આવ્યા ન હતા જેથી હિમાંશુ ભાઈએ એ ડિવિઝન પોલીસ મથક રૂ.15લાખ રોકડા અને સોનાં ચાંદીના દાગીના સહિત રૂ25.57લાખની કિંમતની મલમતાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ આધારે મોરબી જિલ્લા પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અને મોરબી શહેરના રહેતા નેપાળી ચોકીદારી કરતા નેપાળી ઓની પૂછ પરછ કરી હતી. પોલીસને પુછપરછ દરમીયાન જાણવા મળ્યું હતું કે હિમાંશુભાઇ ઘરમાં અગાઉ ચોકીદારી કરતો રામ બહાદુર ઉર્ફે જોખીયો નેપાળી નામનો શખ્સ બાજુમાં નોકરી કરતો હોય તેમની સાથે મળી ત્રણેય શખ્સે ચોરી કરી હતી. આ ત્રીજો આરોપી રામ બહાદુર ઉર્ફે જોખિયો લાતી પ્લોટ શેરી નંબર 2માં રહેતા હોય છે. જેથી પોલીસે સ્થળ પર તપાસ કરતા રામ બહાદુર તેના કાકાની દીકરી દર્શના દર્શનનો પતિ મનીષ વિશ્વ કર્મા, એ તેમની ઓરડીમાં છુપાવેલા હોવાનું સામે આવતા પોલીસે રામ બહાદુર ઉર્ફે જોખીયા મનીષ અને દર્શનાની અટકાયત કરી હતી અને ચોરાયેલા મુદ્દામાલ માંથી રૂ.8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ત્રણેય ની અટકાયત કરી જેમની આગવી ઢબે પૂછપરછ કરતાં હકિકત સામે આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે પકડાયેલ રામ બહાદુર ઉર્ફે જોખિયા વિશ્વ કર્મા અને તેનો દીકરો વિનોદે આ મકાનમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો પણ જો તે મકાનમાં ચોરી કરે તો પોલીસને તેના પર શંકા જાય ત્રણ હોવાથી તેને પોતાના વતનમાં રહેતા સદે બહાદુર ઉર્ફે સદે ઉર્ફે શકિત ઉર્ફે રાજે ચંદ્રકામી વિશ્વકર્માં ને તેમજ સદેની સાથે પત્ની તરીકે રહેતી તેની સાળી બિંદુ લક્ષ્મી રામ જેશી સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો જે મુજબ તેણે બે મહિના પહેલા સદે બહાદુર તેમજ બીજી બે સ્ત્રીને રાખી હતી બાદમાં જ્યારે પણ આ ઘરના લોકો બાહર જાય ત્યારે ચોરી કરવાનું નક્કી કર્યું હતું આં પ્લાન અમલમાં લાવવાનો મોકો ગત 30 તારીખના રોજ મળ્યો હતો જેવા ફરીયાદી હિમાંશુભાઇ બહાર ગામ ગયા કે તુરંત ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને સદે બહાદુરીને મળેલી ચોરીનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા જોકે આરોપી રામ બહાદુર પાસે જે સમાન હાથમાં લાગ્યો હતો તે મુદ્દામાલ તેના કાકાની દીકરી દર્શના અને તેના પતિ મનીષને છુપાવવા આપ્યો હતો.આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોરી કરનાર સદે બહાદુર ઉપરાંત રામ બહાદુરનાં છોકરા વિનોદ રામ બહાદુર તેમજ પત્ની તરીકે રહેતી બિંદુ લક્ષ્મી રામ ચંદે, બિન્દ્રા આ ચારેય પણ ચોરીના સામેલ હોય અને હાલ તમામ ફરાર હોવાથી પોલીસે તેઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

