HomeGujaratમોરબી પાલિકામા હોદેદારોએ કરેલા બેફામ ખર્ચાથી હાલ તિજોરી ખાલી થયાનો કોંગ્રેસનો આક્ષેપ

મોરબી પાલિકામા હોદેદારોએ કરેલા બેફામ ખર્ચાથી હાલ તિજોરી ખાલી થયાનો કોંગ્રેસનો આક્ષેપ

ઔધોગિક નગરી મોરબી નગરપાલિકાને ટેક્સ અને રાજ્ય સરકારની ગ્રાન્ટ માંથી દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જોકે ભાજપના ચુંટાયેલ 52 સદસ્યો તેને સુપેરે ચલાવી શક્યા ન હતા અને બેદરકારી અને આડેધડ કરેલા ખર્ચાથી પાલિકાને થયેલી કરોડો રૂપિયાની આવક ખોટી રીતે ખર્ચાઈ ગઈ છે.

મોરબી પાલિકાના ચુંટાયેલ સદસ્યોના અણધણ વહીવટને પગલે જ ઝૂલતા પૂલ ની ગોઝારી ઘટના બની તેમાં જવાબદાર નગરપાલિકા ના બોર્ડનુ ગુજરાત સરકાર દ્વારા વિસર્જન કરવું પડ્યું હતું પાલિકના તમામ 52 સુધરાઈ સભ્યો પાલિકાનું સંચાલન કરવામાં સદંતર નિષ્ફળ ગયા હોવાનું આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસના મહા મંત્રી મહેશ રાજ્યું ગુરુ દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપ ના ચૂંટાયેલ સદસ્યો એ તેમજ હોદેદારો અને વિવિધ સમિતિના ચેરમેન દ્વારા પ્રજાના ટેકસના રૂપિયાનો બેફામ ગેર ઉપયોગ કરી પાલિકાની તેજોરી ખાલી કરી નાખેલી છે જેના કારણે આજે મોરબી નગરપાલિકામાં પૈસાના વાકે પ્રજાને મળતી સીટી બસની સેવા પણ પરત લેવામાં આવેલ છે તેવી જ રીતે ડોર ટુ ડોર કચરા કલેક્શન કરવામાં આવતું એ પણ હાલ બંધ છે જેના કારણે શેરી ગલીઓમાં કચરા ના ગંજ ખડકાયેલા છે.
ગુજરાત સરકાર તરફથી નગરપાલિકાને મળેલા વાહનો પણ વણ વપરાયેલા બંધ હાલતમાં છે જાણવા પ્રમાણે વાહનોમાંથી પંપ અને ટાયરો ગુમ થયેલાના અહેવાલો આવી રહ્યા છે આમ મોરબી નગરપાલિકા પૈસાના વાકે પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં શક્તિમાન નથી. કારણકે છેલ્લા બે વર્ષ દરમિયાન ભાજપ શાસિતનગરપાલિકા એ ભ્રષ્ટાચાર કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. જેના કારણે પ્રજાના ટેક્સના પેસાથી ભરાયેલી તેજોરી ખાલી થઈ ગયેલ છે અને સીટી બસના કોન્ટ્રાક્ટરોને અને કચરા કલેક્શન ના કોન્ટ્રાક્ટરોને બિલના ચૂકવી શકવાના કારણે કામગીરી હાલ સદંતર બંધ કરી દેવામાં આવેલ છે.

મોરબીની પ્રજાએ ભારતીય જનતા પક્ષને સંપૂર્ણબહુમતી આપેલી તેમ છતાં વહીવટી અણઆવડત અને વહીવટી જ્ઞાનના અભાવે અને ભ્રષ્ટાચાર ના કારણે આજે મોરબી શહેરને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી રોડ રસ્તા ઓ ઉપર ઉભરાતી ગટરના ગંદા પાણીઓ વહી રહ્યા છે શેરી ગલીઓમાં અંધકાર છવાયો છે અને કચરાઓના ઢગલાઓ ખડકાઈ ગયા છે પ્રજાને એવું લાગે છે કે હવે નગરપાલિકા પ્રીમોનસુનની કામગીરી પણ કરી શકશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે મોરબી શહેરની ટેક્સ ભરતી પ્રજા સરકારને અપીલ કરે છે કે નગર પાલિકામાં થયેલા ભ્રષ્ટાચારની તાત્કાલિક તપાસ કરી જવાબદાર પદાધિકારી અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને ડોર ટુ ડોર કચરા કલેક્શન ફરી પાછી ચાલુ કરવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ દ્વારા માંગણી કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW