HomeGujaratવાંકાનેરના રામપરાવીડી નજીકથી ખનીજ વાહન પકડતા રાજાવડલાના વૃદ્ધ પર 7 શખ્સનો ...

વાંકાનેરના રામપરાવીડી નજીકથી ખનીજ વાહન પકડતા રાજાવડલાના વૃદ્ધ પર 7 શખ્સનો હુમલો

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં રહેતા ગાંડુંભાઈ દેવશીભાઈ ગમારા નામના વૃધ્દ પર તેમના જ ગામના લાલો ઉર્ફે લાખો સામતભાઈ ગમારા,વાલો સામતભાઈ ગમારા,રવિ સામતભાઈ ગમારા, પરબતભાઈ નારણભાઈ ગમારા,લાલો નારણભાઈ ગમારા વિજય ઉર્ફે હેરી કમલેશભાઈ ગમારા,વિપુલ લક્ષ્મણભાઈ ઉર્ફે હકાભાઈ ટોળીયા સહીતના આરોપીઓ ગત તા 19ના રોજ બપોરના સમયે ધોકા પાઈપ અને કુહાડી જેવા હથીયાર સાથે ધસી આવ્યા હતા અને રામપરા વીડીના આસપાસ વિસ્તારમાં ખનીજમાં તેમના વાહન અવાર નવાર પકડાઈ જતા હોય અને તેની બાતમી ગાંડુભાઈ આપતા હોવાની આશંકા રાખી હથીયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો અને માથાના ભાગે તેમજ હાથ પગ અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોચાડી હતી જે બાદ તેઓને સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ બાદ રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, બનાવ અંગે વૃદ્ધે સાતેય શખ્સ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૬, ૩૨૪, ૩૨૫,૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW