રેન્જ આઇજી દ્વારા ડીવાય એસપી કચેરીના વાર્ષિક ઇન્સ્પેકશન પૂર્ણ કર્યાના ગણતરીની કલાકોમાં
મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ પી આઇ અને પીએસઆઈ ની આંતરિક બદલીના ઓર્ડર પર મંજૂરીની મ્હોર મારી છે જેમાં મોરબી જીલ્લા પોલીસના લીવ રિઝર્વ પી આઇ પી. ડી સોલંકીને અચાનક વાકાનેર પી.આઇ તરીકે મૂકવામાં આવ્યા તો વાકાનેર પી.આઇ કે એમ છાસીયાને લીવ રિઝર્વના મૂકવામા આવ્યા છે .આજ પ્રમાણે વાકાનેર તાલુકા પોલીસ મથકના. પી એસ આઇ વી.આર સોનારાને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે તો જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા બી.પી સોનારાને વાકાનેર તાલુકા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે

