HomeGujarat"વાલીઓ સાવધાન વિધર્મીઓનું નવું કારસ્તાન "એક વિધર્મીએ બહેન બનાવી,બીજાએ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ...

“વાલીઓ સાવધાન વિધર્મીઓનું નવું કારસ્તાન “એક વિધર્મીએ બહેન બનાવી,બીજાએ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

મોરબી શહેરઅને આસપાસના વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ પરિવારની શાળામાં જતી સગીરાઓને ફસાવવા અવનવા કીમિયા આચરી રહ્યા છે. ક્યારેક આરોપીઓ નામ બદલી પ્રેમજાળમાં ફસાવે છે તો ક્યારેક સોશ્યલ મીડિયામાં મીત્રતા કેળવી બાદમાં વાતચીતના બહાને ફોટા પાડી લે છે અને વાયરલ કરવાની અને બદનામ કરવાંની ધમકી આપી બદનામ કરવામાં આવી રહ્યા છે. મોરબીમાં આવી જ એક ઘટનાસામે આવી છે જેમાં આ વિધર્મીઓએ સગીરાને ફસાવવા નવો કીમિયો અપનાવ્યો છે.

મોરબી શહેરમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને અયાન આરબ નામના વિધર્મી શખ્સે મદદ કરવાના બહાને પરિચય કેળવ્યો હતો બાદમાં સ્નેપ ચેટ એપ્લીકેશનથી વાતચીત કરી હતી અને બહેન બનાવી હતી. બાદમાં તેના બીજા એક મિત્ર મુસ્તફા દલવાણી સાથે તેનો પરિચય કરાવી પહેલા મિત્રતા કરાવી હતી બાદમાંસાથે હરવા ફરવા અને ઓનલાઈન વાતચીત કરી પ્રેમજાળમાં ફસાવી હતી સગીરા જેવી તેના પ્રેમ જાળમાં ફસાઈ એટલે આ શખ્સે પોતાનો અસલી ચહેરો દેખાડ્યો હતો અને લીવરપુલ કપડાના શો રૂમમાં તેમજ એસપી રોડ પર આવેલ ફૂડ એન્ડ જોય નામના કપલ બોક્સમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.તેમજ આ વિધર્મીઓએ સગીરાને રમજાનના રોજા રાખવા દબાણ કર્યા કરતા સગીરાએ તેના પરિવારજનોને આખી ઘટનાની જાણ કરતા સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા નો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે ઘણા બધા લોકો આ સોશિયલ મીડિયા ના મારફતેથી આજે પોતાની કલાઓથી લોકોમાં સારા સંદેશ પહોંચાડી રહ્યા છે ત્યારે આ જ સોશિયલ મીડિયાનો અમુક લે ભાગુ તત્વો અને વિધર્મીઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હવસનો શિકાર બનાવવામાં આવી રહ્યો છેમોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વિધર્મીઓ દ્વારા સોશિયલ મીડિયાના મારફત થી સગીરા તેમજ યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાની ઘટના અવારનવાર બની રહી છે.

મોરબીમાં દિન પ્રતિદિન વિધર્મીઓ ગેંગ સક્રિય થતી જઈ રહી છે જેમાં પ્રથમ યુવતીઓને લોભ લાલચ આપવામાં આવી રહી છે અને ત્યારબાદ તેને પોતાની પ્રેમ જાળમાં ફસાવવામાં આવી રહી છે પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ આ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો છે ત્યારે વાલીઓ માટે આવા કિસ્સા લાલબતી સમાન માનવામાં આવી રહ્યા છે જ્યારે સગીરાઓ માટે સાવચેતી રાખવાનો સમય હવે પાકી ગયો છે.

આ દુષ્કર્મની ફરિયાદ નોધાયા બાદ પોલીસ સ્થળ પર તપાસ માટે પહોચી હતી અને સીસીટીવી કેમેરાનીટ તપાસ કરી છે તો સંચાલકની પૂછપરછ કરી રહ્યા છે તો સવાલ એ સામે આવી રહ્યા છે કે મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં મંજુરી વગર આ રીતે આડેધડ કપલ બોક્સ ચાલી રહ્યા છે જેમાં સગીર વયના છોકરા છોકરી આવીને બેસે છે અને આવી ઘટના બની રહી છે ત્યારે શું આવાં કપલ બોક્સ પર કોઈનો કન્ટ્રોલ છે કે કેમ તેવા સવાલ ઉઠી રહ્યા છે સામાન્ય રેકડી કે નાના દુકાનદારને દબડાવતી જિલ્લાની પોલીસને શું આવા ગેર કાયદે ધમધમતા કપલ બોક્સ ધ્યાનમાં નથી આવતા ? તેવા સવાલ ઉઠી રહ્યા છે શું પોલીસે ક્યારેય આવી જગ્યાએ તપાસ કરી છે કે કેમ તે પણ સવાલ ઉઠી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW