HomeNationalદિલ્હીની સાકેત કોર્ટમાં ગોળીબાર, ચાર રાઉન્ડ ફાયરીંગ થતા એક મહિલા અને વકીલ...

દિલ્હીની સાકેત કોર્ટમાં ગોળીબાર, ચાર રાઉન્ડ ફાયરીંગ થતા એક મહિલા અને વકીલ ઘાયલ

સાકેત કોર્ટમાં શુક્રવારે સવારે વકીલના વેશમાં આવેલા એક વ્યક્તિએ એક મહિલા પર ગોળીબાર કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીએ મહિલા પર 4 ગોળીઓ ચલાવી હતી. કુલ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી ચાર રાઉન્ડ મહિલા પર ફાયર કરવામાં આવ્યા હતા, જ્યારે એક ગોળી એડવોકેટ અજયસિંહ ચૌહાણને વાગી હતી. હાલ મહિલાની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ફાયરીગ કરનાર આરોપી વ્યક્તિ સસ્પેન્ડેડ વકીલ છે અને જે મહિલાને ગોળી વાગી હતી તે તેની ઓળખીતી છે. બંને વચ્ચે પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે તેણે ગોળી મારી હતી. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
ઈજાગ્રસ્ત મહિલાની ઓળખ રાધા (40) તરીકે થઈ છે. પીડિતાને પેટમાં બે અને હાથમાં એક ગોળી વાગી છે. મહિલાની મેક્સ સાકેત ખાતે સારવાર ચાલી રહી છે. આરોપીનું નામ કામેશ્વર કુમાર સિંહ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW