HomeGujaratટંકારાના હડમતીયામાં મચ્છરનો ઉપદ્રવ વધતા ગામના તળાવમાં માછલી મૂકાઈ

ટંકારાના હડમતીયામાં મચ્છરનો ઉપદ્રવ વધતા ગામના તળાવમાં માછલી મૂકાઈ

ટંકારા તાલુકામાં મેલરિયા મુક્ત અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમયાન્તરે અલગ અલગ વિસ્તારમાં મચ્છર ઉત્પતી અટકાવવા ઘેર ઘેર દવા છટકાવ અને ખુલ્લા પાણીના જળાશયમાં ઓઈલ કે મચ્છરના ઉત્છપતી અટકાવટી ગપ્પી માછલીઓ મુકવામાં આવતી હોય છે ત્યારે આરોગ્ય વિભાગના અભિયાન અંતર્ગત તાલુકાના હડમતિયા ગામે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ખુલ્લા પાણીમાં ગપ્પી માછલી મુકવામાં આવી હતી

“મેલેરિયા મુક્ત ગુજરાત” અભિયાનને સાર્થક કરવા ટંકારા તાલુકાના હડમતીયા ગામની સ્કૂલોની આજુબાજુના તળાવોમાં ગપ્પી માછલી મુકવામાં આવી હતી. મોરબી જિલ્લા મેલેરિયા અધિકારી ડો. બાવરવા, લજાઈ PHC સેન્ટરના મેડિકલ ઓફિસર ભાસ્કર વિરસોડીયા, ટંકારા તાલુકાનાં THO એ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રોગચાળો ન વકરે તે માટે ગામના ખુલ્લા જળાશયોમાં પોરા ભક્ષક માછલીઓ મુકવામાં આવશે. જેના અનુસંધાને લજાઈ PHC મેલેરિયા સુપરવાઈઝર મનસુખભાઈ મસોત, હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનાં MPHW ઈસ્માઈલ એ કડીવાર, તાલુકા સુપરવાઈઝર હિતેશ પટેલ, સજજનપર MPHW સાહિલ બાદી દ્વારા ટીમ બનાવી લજાઈ PHC હેઠળ આવતા તમામ ખુલ્લા જળાશયો, ખાબોચીયામઓ, ખેત તલાવડાઓ તેમજ ઘરના ટાંકાઓમાં દવાઓ નાખવામાં આવી રહી છે. ગુજરાત સરકારનાં “મલેરીયા મુક્ત અભિયાન” ને સફળ બનાવવા સહભાગી બનવા અપીલ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW