HomeGujaratવાકાનેરમાં ફરી દીપડાનો આતંક એક સાથે 5 જેટલા બકરાનું મારણ કરતા

વાકાનેરમાં ફરી દીપડાનો આતંક એક સાથે 5 જેટલા બકરાનું મારણ કરતા

વાંકાનેરના છેલ્લા કેટલાક સમયથી દીપડાના આટાફેર વધ્યા છે અગાઉ માત્ર ગ્રામ્ય વિસ્તાર સુધી દેખાતા દીપડા હવે વાંકાનેર શહેરમાં પણ આવતા થઇ ગયા છે. રવિવારે રાત્રે દીપડાએ રીતસરનો આતંક મચાવ્યો હતો અને ગાયત્રી મંદિર વિસ્તાર નજીક રહેતા પંકજભાઈ વણેકિયા નામના માલધારીના વાડામાં દીપડો ત્રાટક્યો અને એક સાથે 5 જેટલા બકરાનું મારણ કરતા ભારે ઓહાંપોહ મચી ગયો હતો દીપડાએ બકરાનું મારણ કર્યા હોવાની સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થળ પર પાંજરા મૂકી દીપડાને પકડવા પ્રયાસ હાથ ધર્યો છે આ વિસ્તારમાં 10 દિવસ પહેલા પણ દીપડાએ દેખા દીધા હતા અને ત્યાં શિકાર પણ કર્યો હતો.ફરી એકવાર આ વિસ્તારમાં આ રીતે દીપડા દ્વારા માલઢોર પર શિકાર કરવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW