મોરબીના સામા કાઠા વિસ્તારમાં આવેલ સિરામિક સીટી વિસ્તારમાં આવેલ અવધ પેલેસ નામના એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ મકવાણાની 19 વર્ષની પુત્રી રાધિકાબેને આજે અચાનક પોતાના ઘરમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા પરીવારજનો યુવતીને સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી પ્રથમિક તપાસમાં રાધિકાબેનને છાતીના ભાગે હાડકું વધતું હતું જેથી તેનું ઓપરેશન કરાવવાનું હતું જોકે આ ઓપરેશનની બીક લાગતા પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે,

બીજા એક બનાવમાં મોરબીના જોધપર ગામમાં રહેતા દુર્લભજીભાઈ વનુંભાઈ રાજપરા નામના પ્રોઢે પોતાના જ ઘરમાં અગમ્યકારણસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધિ છે

