મોરબીના શોભેશ્વર રોડ વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા હિતેષભાઇ શામજીભાઇ સુમેરા નામના યુવકની પત્નીને વિજય નામનો શખ્સ વારંવાર ફોન કરીને હેરાન કરતા હોય તેમજ તે ઘરની બહાર જાય તો પીછો કરતો હોય અગાઉ અનેક વખત આ રીતે ફોન કરવા અને પીછો કરવાની ના પાડવા છતાં માનતો ન હતો
આ દરમિયાન હિતેશભાઈની દીકરીને સારવાર માટે પત્નીની સાથે હોસ્પિટલમાં ગયા હતા ત્યારે આરોપી વિજય હોસ્પીટલના ગેટ પાસે ઉભો હોય જેથી આરોપીને પીછો કરવાની ના પાડી હતી તુ શુ કામ અમારો પરિવાર બગાડે છે તેમ કહેતા આ કામના આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીનો કાંઠલો પકડી બે ત્રણ ફડાકા મારી દીધા હતા અને યુવકને હડધુત કરી તેમજ ગળાના ભાગે નીખોરીયો ભરી તેમજ જમણો હાથ પકડી ઝપાઝપી કરી ફરાર થઇ ગયો હતો બનાવ અંગે યુવકે આરોપી વિજય વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

