HomeGujaratમોરબીમાં ફેક્ટરીનો કોન્ટ્રકટ રાખવા મુદે થયેલા મનદુ:ખમાં માતા પુત્ર પર હુમલો

મોરબીમાં ફેક્ટરીનો કોન્ટ્રકટ રાખવા મુદે થયેલા મનદુ:ખમાં માતા પુત્ર પર હુમલો

મોરબી શહેરના લીલાપર રોડ પર આવેલ મહાદેવ પોટરી નામની ફેક્ટરીમાં રમીલાબેન રમેશભાઈ વાઢેર અને તેમના પુત્રે નળિયા છાપવાનો કોન્ટ્રાકટ રાખ્યો હતો થોડા દિવસ પહેલા રમીલાબેનના પુત્રની તબિયત ખરાબ હોવાથી તેમના દીકરા ગૌતમને 15 દિવસ પહેલા હાથના ભાગે કોઈ કારણસર જ્વલનશીલ પદાર્થ અડી જતા હાથના ભાગે ઈજા પહોચી હતી જેથી તે થોડા દિવસ કામ પર જઈ શક્યો ન હતો આ વાતનો લાભ લઇ તેમની સાથે કામ કરતા હિતેશભાઈ કાળુંભાઈ મારુણીયાએ આ કોન્ટ્રાકટ પડાવી લીધો હતો ગૌતમ ઈજામાંથી સ્વસ્થ થયા બાદ કારખાને જતા આરોપી હિતેશભાઈએ નળીયાનો કોન્ટ્રાકટ અમે રાખી લીધો હોય તેમ હવે કામ પર ન આવતા તેવું જણાવ્યું હતું જેથી ગૌતમભાઈએ જણાવ્યું હતું કે આ કોન્ટ્રાકટ પપહેલાથી તેમનો છે તમે બીજા કોઈ કારખાને કોન્ટ્રાકટ રાખીલો આ બાબતે આરોપીઓએ મનદુઃખ રાખી ટીનીબેન હિતેશભાઇ મારૂણીયા તથા (૨) હિતેશભાઇના બેન ભારતીબેન નાઓ મહાદેવ પોટ્રી કારખાને આવી ફરીયાદી રમીલાબેન તથા ગૌતમ ભાઈને ભુંડી ગાળો આપી હતી તેમજ અનુ આરોપી થોડી વાર બાદઆરોપી નં.હિતેશભાઇ કાળુભાઇ મારૂણીયા તથા હિતેશભાઇ ના બાપુજી કાળુભાઇ તથા હિતેશભાઇ ના માતા ત્યાં આવી પહોચ્યા હતા અને આરોપી નં.૩ તથા ૪ ના એ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે માર મારવાનો પ્રયત્ન કરી મુંઢ માર
મારી ગૌતમને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા બનાવ અંગે રમીલાબેને એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી એકટ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW