મોરબીમાં 130 થી વધુ લોકોનો ભોગ લેનારી ઝુલતા પુલ દુર્ઘટનામાં આખરે 160દિવસ પછી નગરપાલિકાના 52 સભ્યો ઘર ભેગા કરવામાં આવ્યા છે. અને પાલિકાનો ચાર્જ અધિક કલેક્ટર એન કે મુછાર ને સોપાયો વહીવટદાર નો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા ૧૩૫ નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગયા બાદ દેશના વડાપ્રધાન પણ તાત્કાલિક મોરબી દોડી આવ્યા હતા તો હાઈકોર્ટમાં પણ સરકાર પક્ષે નગરપાલિકા સુપરસીડ કરવા અંગે જણાવ્યું હતું જોકે ઘણો સમય વીત્યા બાદ આજે દુર્ઘટનાના ૧૬૩માં દિવસ પછી નગરપાલિકા સુપરસીડ કરવામાં આવી છે. ઘણા સમયથી શહેરી વિકાસ વિભાગ દ્વારા ઘણી નોટિસ મોકલવામાં આવતી હતી.પરંતુ નગરપાલિકા દ્વારા સંતોષ કારક જવાબ ન આપવામાં આવતા અને થોડાક દિવસ પહેલા નગરપાલિકાને મળેલી બોર્ડ બેઠકમાં શહેરી વિકાસને નગરપાલિકા નિર્દોષ હોવાનો રિપોર્ટ કર્યો હતો પરંતુ આજે રાજ્ય શહેરી વિકાસ દ્વારા મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવી હોવાનું સામે આવી છે.
રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તે સંદર્ભની નોટીસ ફટકારી લેખિત જવાબ માંગ્યો હતો જોકે નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી ધરાવતા ભાજપના તમામ ૫૨ સદસ્ય જવાબ આપવાથી સતત બચતા જોવા મળ્યા હતા, નગરપાલિકા અંતે સુપરસીડ,52 સભ્યો ઘર ભેગા અધિક કલેક્ટર નારણ કે મુછારને પાલિકાના વહીવટ દાર તરીકે મૂકવામાં આવ્યા છે

