HomeGujaratવાંકાનેરમાં બાઉન્ડ્રીમાં પેટ્રોલપંપ માલિક સાથે 12.91 લાખની છેતરપીંડી

વાંકાનેરમાં બાઉન્ડ્રીમાં પેટ્રોલપંપ માલિક સાથે 12.91 લાખની છેતરપીંડી

રાજકોટના માલવિયા નગરમાં રહેતા પેટ્રોલ પંપનો ધંધો ચલાવતા માંનવેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજાનો અને વાંકાનેર બાઉન્દ્રી પાસે આવેલ ઠિકરીયાલી ગામની હદમાં આવેલા પેટ્રોલ પંપમાં મનીષ શર્મા અને રાજુ ઠાકુર નામના શખ્સે ગત તા 25 ડીસેમ્બર2022ના રોજ રાઈ બિલ્ડર્સ નામની પેઢીનુ લેટર પેડ અને કોરા ચેક આપી 10 દિવસમાં ઉધારીમાં ડિઝલ આપવાનું કહી વિશ્વાસમાં લીધા હતા અને 12,91,301ની કિમતનું 14010 લીટર ડિઝલની ખરીદી કરી હતી જોકે 10 દીવસની મુદત પૂર્ણ થયા બાદ પણ રકમ ન ચુકવતા ઉઘરાણી કરી હતી જોકે રકમ ન મળતા અંતે તપાસ કરતા પેટ્રોલ પંપના ધંધાર્થી સાથે છેતરપીડી થયા હોવાનું સામે આવ્યું હતું

આરોપીઓએ તેમની સાથે છેતરપીડી કરી હોવાનું સામે આવ્યું હતું આરોપીઓ બંધ થયેલ કંપનીના જુના લેટર પેડ અને કોરા ચેક આપી ડિઝલ ભરવી લઇ રૂપિયાની ચુકવણી ન કરતા માનવેન્દ્રસિંહે મનીષ શર્મા અને રાજુ ઠાકુર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW