હળવદની બ્રાહ્મણી નદીમાં સ્થાનિક તંત્ર અને પોલીસની મીઠી નજર હેઠળ મોટાં પાયે ખનીજ ચોરીનુ રેકેટ ધમધમી રહ્યું છે.ખાણ ખનીજ વિભાગ પણ માત્ર હાજરી પૂરવા પૂરતી કામગીરી કરતા હોય જેના કારણે ખનીજ ચોરી કરતા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે.

ત્યારે આ અંગે સ્ટેટ મોનીટરીંગ સુધી ફરીયાદ પહોંચતા ગત રાત્રીના હળવદ તાલુકાના ચાડ ધ્રા નજીક બ્રાહ્મણી નદી માં સ્ટેટ મોંનીટરિંગ ની ટીમે એસ આર પી ની ટુકડીને સાથે રાખી ઓચિંતા દરોડો પાડયો હતો અને મોટા પાયે થતી ખનીજ ચોરીનો રેકેટ પકડી પાડ્યું હતું. નદીમાંથી ૮ જેટલા હિટાચી મશીન અને ૭ જેટલા ડમ્પર જપ્ત કર્યો હતો .જ્યારે ૧૦થી વધુ શખ્સોની અટકાયત પણ કરવામાં આવી હતી .

