મોરબીના સામાં કાઠા વિસ્તારમાં આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા ફ્તેમામદ દાઉદભાઈ કટીયા નામનો યુવક ગઈ કાલે તેમના સસરાના ઘરે બેસવા ગયા હતા રાત્રે ફતેમામદભાઈ અને તેમનો સાળો જુસબ હબીબભાઈ કલેકટર કચેરી રોડ પર પોસ્ટ ઓફીસ પાસે ગયા હતા. જ્યાં જુસબના મિત્રો મયુરસિહ દરબાર સાહિલ સુમરા અને સાજીદ સુમરા સહીતના બેઠા હતા તે દરમિયાન અસલમ હાજીભાઈ શાહરૂખ ભાઈ હાજી ભાઈ,તેમજ અન્ય છથી સાત શખ્સ આવી પહોચ્યા હતા અને શાહરૂખ તેમજ અસ્લમના હાથમાં છરી હતી તે છરી વડે ફતેમાંમદના સાળા જુસબપર છરી વડે હુમલો કરી આજે જુસાને મારી નાખવો છે તેમ કહી આડેધડ ઘા ઝીકી દીધા હતા બનાવમાં જુસબ ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયો હતો તો ફરિયાદિ તેને બચાવવા વચ્ચે પડતા તેને પણ હાથના ભાગે ઈજા પહોચી હતી જે બાદ ઈજાગ્રસ્ત હાલતમાં બંન્ને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનવ અંગે ફ્તેમાંમદ ભાઈએ અસ્લમ હાજીભાઇ ખોડ,શાહરૂખ હાજીભાઇ ખોડ,અલ્તાફ હાજીભાઇ ખોડ,રાહુલ કોળી,અનીશ સુમરા સાહિલ ઉર્ફે બાડો જેડા રીયાઝ જેડા,રમજાન મોવર તેમજ અન્ય બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં સાહેદ જુસબભાઈ ના પિતાને થયેલ જુના ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યા અંગેની ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી

