HomeGujaratમોરબી પાલિકાએ કોન્ટ્રાક્ટરને 6 માસનું બાકી બિલ ન ચૂકવતાં સીટી બસ સેવા...

મોરબી પાલિકાએ કોન્ટ્રાક્ટરને 6 માસનું બાકી બિલ ન ચૂકવતાં સીટી બસ સેવા 2 દિવસથી ઠપ્પ

મોરબી શહેરની હાલત દિવસે દિવસે દયનીય બની ગઈ છે. ક્યારેક પાલિકા પાસે લાઈટ બિલના પૈસા નથી હોતા તો ક્યારેક સફાઈ કર્મચારીઓના સમયસર પગાર ચૂકવવામાં આવતા નથી.ત્યારે હવે પાલિકાની કથળતી જતી સ્થિતિનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.મોરબીમાં ઝૂલતા પુલ દુઘર્ટના બાદથી જાણે પાલિકા ની સ્થિતિ બદતર બની ગઇ છે પાલિકા પાસે સામાન્ય બિલ ચૂકવવાના પૈસા બાકી રહ્યા ન હોય અને વહીવટ ખાડે ગયો હોય તેમ લાગી રહ્યું છે.

  મોરબી આસપાસ રીક્ષા ચાલકો અને અન્ય પેસેન્જર વાહન ચાલક દ્વારા ઊંચું ભાડું વસૂલ કરવામાં આવતું હોવાથી અને ટ્રાફિક સમસ્યા ની વધતી સમસ્યા સામે 

મોરબી પાલિકા દ્વારા 8 મહિના પહેલા શરૂ થયેલ સિટી બસ સેવા મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માટે આશીર્વાદ સમાન બની ગઈ છે. દરરોજ આ સેવાનો 1000થી 1200 મુસાફરો રોજ મુસાફરી કરવામાં આવે છે. ત્યારે પાલિકા દ્વારા બિલ ચુકવણી સમયસર ન કરવામાં આવતા ફરી બસ સુવિધા ઠપ્પ થઈ ગયા છે.  

મોરબી પાલિકા વિસ્તારમાં હાલ11 સિટી બસ ચાલે છે જેમાં દૈનીક 25 હજારનો સી એન જીનો ખર્ચ થાય છે એટલેકે મહિને અંદાજિત 7.5લાખ આસપાસ થઈ જાય છે આ ઉપરાંત 3.5થી 4 લાખના કર્મચારીઓના પગાર અને અન્ય ખર્ચ થાય છે આ ઉપરાંત સિટી બસનું મેન્ટનસ સહિતના ખર્ચ થાય છે. પાલિકા દ્વારા 6 મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતા સિટી બસ ચલાવવી મુશ્કેલ બની ગઈ હોવાથી કોન્ટ્રાકટર દ્વારા 2 દિવસથી સિટી બસ સેવા બંધ કરી દીધી છે. અચાનક બસ સેવા બંધ થવાથી મુસાફરો રઝડી પડ્યા હતા અને ફરી રીક્ષા ચાલકો અને અન્ય વાહનોનો સહારો લેવો મજબૂર બન્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW