HomeGujaratમોરબીમાં સગીરા પર કૌટુંબિક સગાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા પોલીસ ફરિયાદ

મોરબીમાં સગીરા પર કૌટુંબિક સગાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા પોલીસ ફરિયાદ

મોરબીના સામાકાઠા વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરા પર તેના જ કૌટુંબિક સગાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી કરી દીધી હતી જોકે આ ઘટનાથી સગીરાની માતા લાંબા સમય સુધી અજાણ હતી જોકે સગીરાની તબિયત લથડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને સગીરાને 7 માસનો ગર્ભ રહી ગયો હોવાનું સામે આવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી બનાવ અંગે મહિલાએ બી ડીવીઝન પોલીસ મથક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબીના સામાકાઠા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં રહેતી એક મહિલા ની 14 વર્ષીય સગીર વયની દીકરી પર મૂળ કચ્છમાં જિલ્લાના ગાંધીધામના વતની રણજીત પ્રેમજી પરસોડા નામના શખ્સે તેને લલચાવો ફોસલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બાદ સગીરા ગર્ભવતી બનતા સમગ્ર મામલો સામે આવ્યો હતો બનાવ બાદ સગીરાની માતાએ કૌટુંબિક સગા થતા આ આરોપી રણજીત વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી માતાની ફરિયાદ આધારે બી ડીવીઝન પોલીસે આરોપી રણજીત વિરુધ્દ આઈપીસી અને પોક્સો એક્ટની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW