હળવદ તાલુકાના મેરુપર ગામનો ભૂપત ઉર્ફે મંગલ અમરશીભાઈ પરમાર નામનો શખ્સ તેના મોટાભાઈના વાડામાં નશીલા પોશના ડોડાનો મોટો જથ્થો છુપાવેલ હોય અને ત્યાંથી જ નશીલા પદાર્થનું વેચાણ કરતો હોવાની બાતમી મોરબી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એમ.પી,પંડ્યા અને તેમની ટીમને મળી હતી.જેના આધારે એસઓજીની ટીમના પીએસઆઈ કે આર કેસરિયા ,એ એસ આઈ રણજીત બાવડા,રસિકભાઈ કડીવાર સહિતના એ દરોડો પાડ્યો હતો વાડી માંથી રૂ 22,980 કિમતનો પોશના ડોડાનો 7 કિલો 660 ગ્રામ જથ્થો પકડી પડ્યો હતો અને નશીલા પોશના ડોડાનું વેચાણ કરનાર ભૂપત ઉર્ફે મંગલ અમરશીને ઝડપી લીધા હતા.તેના વિરુદ્ધ ગુન્હો નોધી આગવી ઢબે પૂછપરછ કરી હતી આરોપીની પુછપરછ કરતા પાંડાતીર્થ ગામના ખુમાનસિંહ રજપૂતનું નામ ખુલતા તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે હળવદ પોલીસે નશીલા પદાર્થનો રૂ 22,980ની કિમતનો જ્થથો તેમજ મોબાઈલ સહીતનો જથ્થો જપ્ત કરી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

