HomeGujaratમોરબીમાં જુગારી પર પોલીસની ધોસ માળીયામાં 6 અને ધૂળકોટમાં 8 શખ્સ ઝડપાયા

મોરબીમાં જુગારી પર પોલીસની ધોસ માળીયામાં 6 અને ધૂળકોટમાં 8 શખ્સ ઝડપાયા

માળિયા મિયાણા શહેરના આવેલ રેલવે સ્ટેશન નજીક ઇકબાલ હુસેન જેડા નાં મકાન બહાર શેરીમાં જાહેરમાં કેટલાક શખ્સ જુગાર રમતાં હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા ઇકબાલ હુસેન જેડા,ઇકબાલ ઇશાક મોવર, સિકંદર હનીફ જેડા,અજય નરભેશંકર જોષી,રસિક શિવજી ઠકકર,ગુલામ ઇસા માણેકને જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ.25600 રોકડ અને 5 મોબાઇલ સહિત50,200 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.બનાવ અંગે મળીયા મિયાણા પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી તાલુકાના ધુડકોટ ગામની હદમાં આમરણ ગામ જવાના રસ્તે જાહેરમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે દરોડો પાડયો હતો અને જાહેરમાં જુગાર રમતા
ઇરફાન ઉર્ફે કરીમભાઇ બશીરભાઇ બુખારી, સીદીકભાઇ આમદભાઇ લકીરા,કાદરભાઇ અબ્દુલભાઇ બુખારી,. સલેમાનભાઇ કાસમભાઇ કટીયા, વાલજીભાઇ અરજણભાઇ પરમાર, દાઉદભાઇ ઇશાભાઇ ભટ્ટી, રવિદાસ બચુદાસ ચૌહાણ, વિપુલભાઇ શિવલાલભાઇ જાલરીયાને ઝડપી લીધા હતા અને પોલીસે તેઓ પાસેથી 17900નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW