HomeGujaratવાંકાનેરમાં સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી કરનાર આરોપીને 20 વર્ષની કેદ ફટકારતી...

વાંકાનેરમાં સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી કરનાર આરોપીને 20 વર્ષની કેદ ફટકારતી મોરબી કોર્ટ

વાંકાનેર શહેર વિસ્તામાં એક સગીરાને તેના સંબધી શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને જયારે સગીરા ગર્ભવતી બની અને એક વર્ષ બાદ સગીરાને પ્રસુતિની પીડા ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ત્યાં સગીરાએ એક દીકરીને જન્મ આપતા આંખો ભાંડો ફૂટ્યો હતો પરિવાર દ્વારા સગીરાને પૂછતા તેના જ સબંધી એવા કિરણ ફૂલજીભાઈ આડ નામના શખ્સે તેની સાથે દુષ્કૃત્ય કર્યા હોવાનું જણાવ્યું હતું જે બાદ સગીરાના પિતાએ આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આરોપી કિરણ આડને ઝડપી લીધો હતો અને તેનું મેડીકલ ચેક અપ કરાવી જરૂરી પુરાવા એકત્ર કરી તેને મોરબી જિલ્લા જેલ હવાલે કર્યો હતો પોલીસ દ્વારા આ કેસમાં ચાર્જ સીટ ફાઈલ કર્યા બાદ કેસ મોરબી સ્પેશ્યલ પોક્સો કેસમાં ચાલ્યો ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ સી દવેની ધારદાર દલીલ તેમજ 10 મૌખિક પુરાવા અને ૩૩ જેટલા લેખિત પુરાવા આધારે મેજીસ્ટ્રેટ ડી.પી.મહીડાએ આરોપી કિરણ ફૂલજી આડને દોષિત જાહેર કર્યો હતો અને આરોપીને 20 વર્ષની સખ્ત કેદ તેમજ 20 હજારનો દંડ ફટકાર્યો હતો તેમજ ભીગ બનનાર સગીરાના પરિવારને 4.12 લાખનું વળતર ચુકવવા પણ આદેશ કરવામાં આવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW