મોરબીના ટીંબડી ગામ પાસેથી બુધવારે રાત્રે કિશોરભાઇ નામની વ્યક્તિ કાર પર તેમના ઘરે પરત જતા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલક અચાનક સામે આવી જતા તેને બચાવવા ગયા હતા જેથી તેમનો સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર નો અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં કિશોરભાઇ ને ઇજા પહોંચી હતી જે બાદ રાહદારીએ 108ને જાણ કરતા મહેન્દ્રનગર લોકેશન ની 108ની ટીમ નાં પાઇલોટ હનીફભાઇ દલવાની અને ઈ એમ ટી રાહુલભાઇ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.આ અક્સ્માત સમયે કિશોરભાઈ નાં પર્સમાં એક આઇફોન મોબાઇલ એક એન્ડ્રોઇડ મોબાઈલ અને રોકડ 15 હજાર જેટલી રકમ પણ મળી આવી હતી જે મુદ્દામાલ 108ની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત કિશોરભાઇ નાં કાકા ને સહિ સલામત સુપત કર્યો હતો.
મોરબી 108ની ટીમે ઇજાગ્રસ્ત દર્દીની તત્કાલિક સારવાર આપી જીવ બચાવવાની સાથે સાથે દર્દીઓનો સામાન પરત આપી પ્રમાણીકતા પણ દેખાડી હતી.108ની ટીમની કામગીરી બદલ ઇજાગ્રસ્ત દર્દીનાં પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.

