HomeGujaratધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનાં જન્મદિવસ નિમિતે કાર્યકરોએ પાંજરાપોળમાં સુખડી,ઘાસચારાનું વિતરણ કર્યું

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનાં જન્મદિવસ નિમિતે કાર્યકરોએ પાંજરાપોળમાં સુખડી,ઘાસચારાનું વિતરણ કર્યું

મોરબીના લોકપ્રિય ધારાસભ્ય તરીકે જાણીતા કાંતિલાલ અમૃતિયાનો ગૌ પ્રેમ જાણીતો છે.મોરબી પાંજરાપોળમાં અગાઉ અનેક ગાયોને દતક લઈ તેની જવાબદારી ઉઠાવી હતી.તો તાજેતરમાં ભાગવત કથાનું આયોજન કર્યું હતું તે સમયે પણ લમ્પી વાયરસ ની અસરથી શારિરિક અશક્ત બનેલી ગાયનાં લાભાર્થે હજારો કિલો શુદ્ધ ઘીની સુખડી બનાવી મોરબી અને આસપાસની ગૌ શાળાના વિતરણ કરાવી હતી.

ત્યારે આજે કાંતિભાઈના જન્મ દિવસ નિમિતે ગૌ સેવાનું યજ્ઞ ચાલુ રાખવામાં આવ્યું હતું અને આજે ભાજપના કાર્યકરો દ્વારા લીલાપર રોડ ખાતે આવેલ યદુનંદન ગૌ શાળા તેમજ મોરબી પાંજરાપોળ ખાતે શુદ્ધ ઘી ની સુખડી અને લિલા ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW