HomeGujaratમોરબીના બેલા નજીકથી ટ્રકમાંથી પોલીસે 31 હજારનો વિદેશી દારૂ પકડી પાડયો, ટ્રક...

મોરબીના બેલા નજીકથી ટ્રકમાંથી પોલીસે 31 હજારનો વિદેશી દારૂ પકડી પાડયો, ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ ખોખરાધામ નજીક એક ટ્રકમાંથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસે વોચ ગોઠવી હતી અને આર જે 19 GE 6045 નંબરનો ટ્રકને રોકાવી તલાસી લેતા પાછળ બનેલ ચોર ખાનામાંથી પોલીસે અલગ અગલ બ્રાંડની રૂ 31,200ની કિમત 72 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો હતો અને હેમદાસ હનુમાન દાસ ગોદારાની ધરપકડ કરી હતી.

પોલીસે રૂ 10 લાખની કિમતના ટ્રક અને દારૂ મળી કુલ 10,31,200નો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી દારૂ કોણે મોકલાવ્યો હતો અને મોરબીમાં કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW