HomeGujaratમોરબીના 2 શોપિંગ કોમ્પ્લેક્ષમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો 1 શખ્સની ધરપકડ

મોરબીના 2 શોપિંગ કોમ્પ્લેક્ષમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો 1 શખ્સની ધરપકડ

મોરબીના સામાંકાઠે આવેલ નેશનલ હાઇવે નજીકના બે શોપિંગ કોમ્પ્લેક્ષ સિરામિક પ્લાઝા અને શક્તિ ચેમ્બરમાં આવેલ દુકાનોમાં માત્ર 5 દિવસના ગાળામાં ચોરીની ઘટના બની હતી. જેમાં દુકાનના એક બાજુના શટર ઉચકી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ બન્ને સ્થળે થયેલ ચોરીની ઘટનામાં આરોપીને ઝડપી લેવા બી ડીવીઝન પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી હતી પોલીસે આરોપી સુધી પહોચવા શોપિંગ કોમ્પ્લેક્સ્ અને આસપાસ વિસ્તારમાં આવેલ દુકાનના સીસીટીવી કેમેરા તપાસતા એક શન્કાસ્પ્દ હરક્ત કરતા મળી આવતા હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી તે શખ્સની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન જીઆરડી જવાન નીખીલ ઠક્કરને બાતમી મળી હતી કે ચોરીની ઘટનામાં શંકાસ્પદ શખ્સ આ વિસતારમાં ફરતો હોય આ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મૂળ એમપીના સગર જિલ્લાના વતની અને મોરબીમાં અલગ અલગ જગ્યાએ છૂટક મજુરી કરતા અમિત શેરસિંહ રાવતને ઝડપી લીધો હતો.આરોપી અગાઉ તેના વતન જતો રહ્યો હતો પરંતુ તાજેતરમાં મોરબી આવ્યો હતો. પોતે દિવસે મજુરી કરતો હોય અને રાત્રે છુટા છવાયા એરિયામાં આવેલ કોમ્પ્લેક્ષમાં અંધારાનો લાભ લઇ જે દુકાનમાં એક જ તાળું લગાવેલ હોય તેવી દુકાનનું એક બાજુનું શટર ઉચકી તેના પર પથ્થર રાખી દેતો અને શટર ઉચું થાય એટલે તેમાં સરકી અંદર જતો રહેતો અને જે પણ સામાન હાથમાં આવે તેની ચોરી કરી ફરાર થઇ જતા હતો બનાવ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW