મોરબી શહેરનાં ધર્મલાભ સોસાયટીમાં રહેતા રમાબેન બટુકભાઇ કલોલાના પતિ બટુકભાઇ રણછોડભાઇ કલોલા તા. ૧૫/૦૨/૨૦૧૯ ના પોતાના ઘરેથી રફાળેશ્વર સોનલ કૃપા ટ્રાન્સપોર્ટ ખાતે ડ્રાઇવિંગ કરવા ગયા હતા જે બાદ તેઓ તા. ૨૪/૦૨/૨૦૧૯ ના રોજ ટ્રીપ કરી પરત આવી ઘરે આવ્યા ન હોવાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી આ ફરિયાદને આધારે પોલીસે તપાસ મકનસર ચોકીના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઝાંપડીયાને સોંપી હતી. જેમાં પોલીસે તપાસ કરી હતી પરંતુ તેમની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જોકે લાંબા સમયથી ગુમ વૃદ્ધની એક પરિવાર રાહ જોઈ રહ્યું હતું તેવા સમયે મોરબી તાલુકા પોલીસ મથકનાં પી.આઈ કે.એ.વાળા તથા તેમજ સ્ટાફના એમ.આર.ગામેતી તથા અશ્વીનભાઇ ઝાંપડીયા તથા જયેશકુમાર ચાવડા તથા યુવરાજસિંહ જાડેજા તથા ચતુરભાઇ પરમારના સહિતનાએ ફરીથી પ્રયાસ હાથ ધર્યો હતો.
અને ટેકનીકલ હ્યુમન સોર્સ આધારે ગુમ થનાર બટુકભાઇ રણછોડભાઇ કલોલાના મોબાઇલ નંબર મેળવી અને તપાસ કરતા તેઓ હાલ અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકા ખાતે હોવાની માહિતી મળી હતી. જેના આધારે તાત્કાલીક પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા અને તપાસ કરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઝાંપડીયાને બાવળા ખાતે પહોંચ્યા હતા.
અમદાવાદ જીલ્લાના બાવળા ખાતે તપાસ કરતા ઓનેસ્ટ હોટલ ખાતેથી ૬૫ વર્ષીય બટુકભાઇ મળી આવ્યા હતા.એ સમયે પોલીસકર્મીઓએ તેમની સાથે વાતચિત કરતા સામે આવ્યું હતું કે, આજથી 10 વર્ષ અગાઉ તેમના જુવાનજોધ દીકરા અમિતે ગળેફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી હતી. જેથી તેના વિરહમાં મોરબીમાં પોતાનુ મન લાગતુ ન હોય અને પોતાના દીકરાના વિચારો આવતા હોય જેના કારણે કોઇને કહ્યા વગર બટુકભાઇ ચાલ્યા હતા. એ સમયે પોલીસકર્મીઓએ તેમનું કાઉન્સેલિંગ કરીને બટુકભાઇને પરત મોરબી ખાતે લાવ્યા હતા અને તેમના પરીવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું

