ગુજરાતના પાટીદાર સમાજની ઓળખ અને અસ્મિતાના પ્રતિક સમાન સરદાર ધામ દ્વારા આગામી સમયમાં વધુ વિસ્તારવા અને સમાજના તમામ લોકોને સંસ્થા સાથે સાંકળવા પ્રયાસ કરી રહી છે અને તેના માટે મિશન ૨૦૨૬ પણ શરુ કરવામાં આવ્યું છે. અઅને તેના ભાગરૂપે મોરબી શહેરના યુવાન નયનભાઈ કાવરને સરદાર ધામના કન્વીનર તરીકે નિમણુક આપવામાં આવી છે.
સરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત સરદારધામ ના માધ્યમથી સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે, યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટેના અભિયાનમાં આપણે સૌ સાથે મળી ઉમંગ, ઉત્સાહ અને ઉર્જા સાથે સમાજની વિસ્તૃત નિ:સ્વાર્થ, પવિત્ર સેવા કરવા માટે કટિબદ્ધ અને સંકલ્પ બદ્ધ રહીશું અને સહુના સહિયારા પ્રયાસથી સરદારધામને નવી ઊંચાઈએ લઇ જવા માટે પ્રયત્નો કરીશું તેવો નિયુક્તિ પત્ર પાઠવી ગૌરવ અને હર્ષની લાગણી અનુભવી હતી.

