HomeGujaratમોરબીના જલારામ મંદિર ખાતે ષટદશમ પાટોત્સવ અંતર્ગત પંચવિધ કાર્યક્રમ યોજાયો

મોરબીના જલારામ મંદિર ખાતે ષટદશમ પાટોત્સવ અંતર્ગત પંચવિધ કાર્યક્રમ યોજાયો

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે ષટદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, જલારામ મંદિરના સેવાકાર્યના સહયોગીઓનો સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો ભક્તિભાવ પૂર્વક યોજાયા હતા.મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, પદયાત્રીઓની સેવા, અસ્થિ વિસર્જન સેવા, કુદરતી-માનવસર્જીત આફત સમય ની સેવા, વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ, મેડિકલ સાધનો ની સેવા જેવી વિવિધ પ્રકાર ની સેવાઓ કોઈપણ જાત ના નાત-જાત ના ભેદભાવ વિના પ્રદાન કરવા માં આવી રહી છે ત્યારે આ મહામુલી માનવસેવા માં સવિશેષ યોગદાન અર્પણ કરનાર મહાનુભવોને આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મોરબી રામધન આશ્રમ ના મહંત પ.પૂ.ભાવેશ્વરીબેન, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રેખાબેન સાગઠીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા, રઘુવંશી ક્રાંતિ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત ના પ્રમુખ સોનલબેન વસાણી, ઉપપ્રમુખ ભાવીનભાઈ સેજપાલ, મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, કીશોરભાઈ ચંડીભમર, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઈ મોદી, વાંકાનેર નગરપાલીકા પૂર્વ ચેરમેન રાજભાઈ સોમાણી, ભગવાનજીભાઈ કાસુન્દ્રા (ગુરૂકૃપા હોટલ), બ્રમ્હ સમાજ અગ્રણી ડો.બી.કે. લેહરુ, જૈન સમાજ અગ્રણી જયેશભાઈ ટોલીયા, આર.કે.એમ. શહેર પ્રમુખ તેજશભાઈ બારા, રઘુવંશી યુવક મંડળ પ્રમુખ સંદિપભાઈ ખગ્રામ, ક્ષત્રિય સમાજ અગ્રણી કૃષ્ણસિંહજી જાડેજા, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના પ્રમુખ હસુભાઈ પુજારા, ઉપરાંત વિવિધ સરકારી વિભાગ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ, લોહાણા મહાજન, રઘુવંશી યુવક મંડળ, રઘુવંશી ક્રાંતિ મંચ, સમસ્ત પોપટ પરિવાર, રઘુવંશી મહિલા મંડળ, શ્રી અયોધ્યાપુરી ગરબી મંડળ, વસંત પ્લોટ મિત્ર મંડળ સહીત ની સંસ્થા ના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW