HomeGujaratમોરબી દ્વારકા અને જામનગર જિલ્લામાં 33 જેટલી ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ

મોરબી દ્વારકા અને જામનગર જિલ્લામાં 33 જેટલી ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ

મોરબીમાં વધુ ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલાં પોલીસની ઝપટમાં આવી ગઈ

મોરબીમાં છેલ્લા કેટલાય સમયથી નાની મોટી ચોરીની ઘટના બની રહી છે. જેમાંથી કેટલાક તસ્કર ટોળકી પોલીસની ઝપટે આવી ગઈ છે. તો કેટલીક હજી ફરાર છે જોકે આ વખતે પોલીસને મોટી સફળતા મળી છે.મોરબી તાલુકા પોલીસ મથકની ટીમે એક બે નહીં પણ મોરબી જામનગર અને દ્વારકા એમ ત્રણ જિલ્લામાં 33 જેટલી નાની મોટી ચોરીની ઘટનાને અંજામ આપનાર ત્રિપુટીને દબોચી લીધી હતી આરોપીની પૂછપરછ કરતા આરોપીઓએ 28 જેટલી ચોરી દ્વારકા જિલ્લામાં 2 જામનગર જિલ્લામાં,2 મોરબી જિલ્લા અને 1 સુરેન્દ્ર નગર જિલ્લામાં ચોરીની ઘટનાને અંજામ આપી હોવાનું સામે આવ્યું હતું


જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે, લોર્ડ્સ હોટલ વાળા સોપીંગ સેન્ટરની દુકાનો તથા એ.ટી.એમ. નજીક ત્રણ ઇસમોની ટોળી ચોરી લુંટ કરવાની પેરવીમાં હોય તેવી શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓને કોર્ડન કરી પકડી ચેક કરતા તેઓ પાસે લોખંડનુ કટર તથા ડીસમીસ જેવા સાધનો મળી આવ્યા હતા.વધુમાં તાલુકા પોલીસ ટીમે આરોપી અકરમ રજાકભાઇ ઇસાકભાઇ સંધાર, રહે. હુશેની ચોક, ગોદી વિસ્તાર, સલાયા તા.જામ ખંભાળીયા જી. દેવભુમી દ્રારકા, એઝાઝ રજાકભાઇ ઇસાકભાઇ સંધાર વાઘેર, રહે. હુશેની ચોક, ગોદી વિસ્તાર, સલાયા તા.જામ ખંભાળીયા જી. દેવભુમી દ્રારકા અને સુલતાન આદમભાઇ હુશેનભાઇ બારોયા, રહે. હાલ-જામનગર, રેલ્વે સ્ટેશન પાસે, વસીલા ચોક, જામનગર મૂળ- થરી વિસ્તાર, બંદર રોડ, સલાયા તા.જામ ખંભાળીયા જી. દેવભુમી દ્વારકા વાળાની પ્રાથમિક પૂછતાછ કરતા આરોપીઓએ લોખંડના કટર, ડીસમીસ, પાના જેવા ચોરી કરવામાં મદદરૂપ થાય તેવા સાધનો તથા ચોરાઉ બજાજ કંપનીની સી.એન.જી. રિક્ષા રજી. નં.-GJ-36U-0698 સાથે ચોરી કરવાના ઇરાદે ફરતા હોવાની કબૂલાત આપી હતી.પોલીસના હાથે ઝડપાયેલા આ ત્રણેય શખ્સ રીઢા ગુન્હેગારો છે અને ત્રણેય વિરુદ્ધ ચોરી, મારામારી સહિતના 33 જેટલા ગુન્હાઓ અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા હોય એ ત્રણેય અઠંગ રીઢા ગુન્હેગારો વિરુદ્ધ તાલુકા પોલીસે જાતે ફરિયાદી બની ગુન્હો દાખલ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW