4 આરોપી માંથી 3 વિરુદ્ધ ગુજસીટોકનાં આરોપી
મોરબી જિલ્લામાં અલગ અલગ ગુનામાં ઘણા બધા આરોપી હજુ નાસતા ફરતા ચોપડે નોંધાઈ ચુક્યા છે. જોકે તે પૈકી કેટલાક આરોપીઓ વિરુદ્ધ ગંભીર ગુન્હામાં પોલીસ ચોપડે ચઢેલા આરોપીઓ લાંબા સમયથી નાસતા ફરતા રહે છે. આવા આરોપીઓને ઝડપી લેવા ગૃહ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.જે મુજબ મોરબી જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ તેમજ લાંબા સમયથી નાસતા ફરતા 4 આરોપીઓ ઉપર જિલ્લા પોલીસે ઇનામ જાહેર કર્યા છે.આ 4 આરોપીમાંના મોસ્ટ વોન્ટેડ આરોપી એવા મોરબી જિલ્લાના અલગ આરીફ ગુલમામદ મીર ઉપર રૂ. 1 લાખ ઇનામ જાહેર કર્યું છે. આ ઉપરાંત મકસુદભાઈ ગફારભાઈ સમા પર રૂ. 40 હજાર ઇનામ, કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા પર રૂ. 30 હજાર ઇનામ તથા ટંકારા પોલીસ મથકના ગુનામાં ફરાર કમલેશ ડુટિયા ભીલ રહે. કેઈડાવદ તા.ફુલમાર, જાંબવા, એમ.પી વાળા ઉપર રૂ. 20 હજાર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

