HomeGujaratરાજકોટ માલવિયાનગરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ…

રાજકોટ માલવિયાનગરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ…

રાજકોટમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના આનંદ બંગલા ચોક નજીક કેટલાક માથાભારે તત્વોએ રસ્તે જતા-આવતા સામાન્ય લોકોને પરેશાન કર્યા હતા. હાથમાં ધોકા લઈને રસ્તા પર કેટલાક શખ્સો નશાની હાલતમાં ઉભા રહ્યાં અને જતા-આવતા વાહન ચાલકોને રોકી ગાડીઓના કાચ ફોડ્યાની ઘટના સામે આવી છે.

રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના આનંદ બંગલા ચોક નજીક કેટલાક માથાભારે તત્વોએ રસ્તે જતા-આવતા સામાન્ય લોકોને પરેશાન કર્યા હતા.

કેટલીક કારના આગળ અને પાછળના બંને તરફના કાચ ફોડી દીધા છે. આ સમયે ગાડીમાં રહેલા પરિવારોની મહિલા અને બાળકો કાચ વાગતા ઈજાગ્રસ્ત થયા છે. તો કેટલાક ટુ વ્હીલર ચાલકોને પણ આવારા તત્વોએ રોકીને માર માર્યો હતો.

માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા ત્રણ થી ચાર બનાવ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસ અસમાજિક તત્વો સામે કડક હાથે કામ લે તેવી લોકમાગ પ્રબળ બની છે. જેમાં પોલીસે 3 શખ્સની ધરપકડ કરી છે.

આ અગાઉ પણ રાજકોટના સ્વામિનારાયણ ચોક નજીક કેટલાક યુવાનો અને પોલીસ વચ્ચે મોડી રાત્રે ઘર્ષણના બનાવ મુદ્દે પોલીસે 9 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાં 2 મહિલા સહિત પોલીસે 4ની ધરપકડ કરવામાં આવી હતી. જેમની સામે મારામારી અને પોલીસ પર હુમલા સહિતની કલમો લગાવવામાં આવી હતી. પોલીસે આ કેસમાં 3 કાર પણ કબજે કરી હતી. રસ્તા વચ્ચે કાર રોકીને જન્મદિવસ ઉજવતી ટોળકીને પોલીસે રોકતા જ બોલાચાલી થઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW