ચાલુ રવિ સીઝનમાં નર્મદા યોજનાની કેનાલોમાં તેમજ મચ્છુ-૨ યોજનાની કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. તેમાં ભયંકર રીતે પાણીનો બગાડ થઇ રહ્યો છે.જેમાં નર્મદાની કેનાલોમાં તેમજ મચ્છુ – ૨ સિંચાઈ યોજના ની કેનાલો માં પાણી નો બગાડ થઇ રહ્યો છે,અને વધારાનું પાણી છેક દરિયામાં કે રણ વિસ્તારમાં જઈ રહ્યું છે, જે ટીકર પાસેના રણમાં જતું જોવામાં આવી રહ્યું છે. એક તરફ વડાપ્રધાન જળ સંચય માટે લોકોને આહવાન કરે છે. ત્યારે બીજી બાજુ સરકારી તંત્ર દ્વારા ભયકર બે દરકારી રાખીને પાણીનો બગાડ થઇ રહ્યો છે,
મચ્છુ – ૨ કેનાલ નો કમાડ વિસ્તાર વધારવા અને કેનાલ ને લંબાવવા તેમજ મછુ – ૩ ની કેનાલો નાલો ચાલુ કરવા અને તેને લંબાવવા તેમજ ડેમી – ૩ ની કેનાલો ચાલુ કરવા તથા તેનો કમાંડ વધારવા માટે ખેડૂતો દ્વારા વારંવાર રજુઆતો થતી આવી છે. મોરબી – માળિયા વિસ્તાર ના ૫૨ (બાવન) ગામોની કેનાલ લંબાવવાની માંગણી નો સરકાર કઈ વિચાર પણ કરતી હોય તેવું લાગતું નથી તો બીજી તરફ મચ્છુ – ૨ ની કેનાલ માં જેટલું પાણી ખેડૂતો દ્વારા સિંચાઈ માટે લેવામાં આવે છે. તેનાથી ત્રણ થી ચાર ગણા પાણી નો વેડફાટ થઇ રહ્યો છે. હાલ માં આ પાણી વોકળાઓ, વહેણો, મારફત છેક મોટા દહીસર ના તળાવ સુધી પહોચેલ છે, અને રસ્તા માં આવતા ગામો ના તળાવો પણ ભરાઈ જવા પામેલ છે. જો સરકાર પાસે એટલું બધું પાણી છે તો શા માટે? કેનાલ ને લંબાવી ને ખેડૂતો ને પાણી આપવા માટે વિચારવામાં આવતું નથી. શામાટે? આવો બગાડ થવા દેવામાં આવે છે. તેવા સવાલ મોરબીના સામાજિક આગેવાને તંત્રને કર્યા છે
એક તરફ ખેડૂતો સિંચાઈ માટે ટળવડી રહ્યા છે તો બીજી તરફ અ રીતે થતા પાણીનો બગાડ ગેરવ્યાજબી હોવાનું જણાવી મચ્છુ – ૨, મચ્છુ-૩, ડેમી -૩ ની કેનાલો લંબાવી ને નીચે આવતા ગામો ને સિંચાઈનો લાભ આપવા યોગ્ય કરવામાં આવે. નર્મદા, યોજના ની બાકી રહેલી કેનાલો તેમજ વોટર કોર્ષ ના કામો પુરા કરીને કમાંડ વિસ્તારના બધા જ ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તેવું કરવા, જળસંચય માટે સરકાર ની જાહેરાત મુજબ કામો ખરેખર અને યોગ્ય રીતે થાય તેમાં ભ્રષ્ટાચાર ના થાય તેવું આયોજન કરવા, ઉપરાંત તળાવો વોકળાઓ , નદીઓ , વહેણો, વગેરે ને રીપેર કરી વધુ પાણી સમાય શકે તેવું કરવાની માંગણી સામાજિક આગેવાન કે ડી બાવરવા એ કરી છે અને આ મુદે તેમણે સીએમને પત્ર લખ્યો છે અને આ મુદે તાત્કલિક સિંચાઈ વિભાગ તેમજ લાગતા વળતા વિભાગને આદેશ કરવા માંગણી કરી છે

