HomeGujaratમોરબીના નવલખી પોર્ટથી 14 લાખના કોલસાની ચોરી શીપીંગ કંપનીના કર્મીએ નોધાવી ટ્રક...

મોરબીના નવલખી પોર્ટથી 14 લાખના કોલસાની ચોરી શીપીંગ કંપનીના કર્મીએ નોધાવી ટ્રક ચાલકો સામે ફરિયાદ

મોરબી જિલ્લાનું નવલખી બંદર જેટલું વેપાર ઉધોગ માટે જાણીતું નથી તેના કરતા વધારે ગુનાહિત કૃત્ય માટે પંકાઈ ગયું છે અહીંથી અવાર નવાર કોલસા ચોરી કે અન્ય ચીજ વસ્તુઓની ચોરીની ફરિયાદ નોધતી રહી છે ત્યારે આ પોર્ટ પર ફરી એકવાર ચોરીની ફરિયાદ નોધાઇ છે મળતી માહિતી મુજબ નવલખી પોર્ટ પર આવેલ શ્રીજી શીપિંગ નામની કંપનીની બોગસ સ્લીપના આધારે ચાર ટ્રક ચાલકો દ્વારા રૂપિયા 14 લાખના કોલસાની ચોરી થઇ હોવાની શ્રીજી કંપનીના જામનગર રહેતા કર્મચારી દિપકકુમાર ગોપાલશંકર પુરોહીત દ્વારા માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ટ્રક નંબર -GJ-36-T-940, ટ્રક નંબર- GJ-36-T-8180, ટ્રક નંબર -GJ-12AZ-6755 અને ટ્રક નંબર – GJ-12BY-8780 ના ચાલકો અને તેના માલિક વિરુધ્દ આઈપીસી 406 ,420,465,સહિતની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW