HomeGujaratવાંકાનેર નજીક ગેરકાયદે ગૌવંશની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો,

વાંકાનેર નજીક ગેરકાયદે ગૌવંશની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો,

વાંકાનેર નજીક રાતી દેવડી ગામ પાસેથી એક બોલેરો કારમાં ગેરકાયદે ગૌ વંશની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી તે બાતમી આધારે ગૌ રક્ષકની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી દરમિયાન બાતમી વાળી જગ્યાએ જીજે 13 એ ડબ્લ્યુ ૯૪૪૮ નંબરની બોલેરો કાર આવતા તેને અટકાવી તેની તલાસી લેતા તેમાં એક વાછરડું પગ અને મોઢું બાંધેલી હાલતમાં અને પાણી કે ચારો રાખ્યા વિના મળી આવ્યો હતો જે બાદ ગૌ રક્ષકોએ અને બોલેરોમાં સવાર છના જીવણ કોળી નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરતા આરોપીઓ માળિયામાં આવેલ અંજીયાસર વિસ્તારમાં કતલખાને લઇ જવાના હોવાનું સામે આવ્યું હતું જે બાદ ગૌ રક્ષક ટીમે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસ પહોચે તે પહેલા રાજ નામનો બોલેરો ચાલક ફરાર થઇ ગયો હતો બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બન્ને શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW