મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ગત 31ના રોજ મોરબી ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કોટેમા સરેન્ડર કરનાર ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલ હાલ 7 દિવસના રિમાન્ડ અર્થે પોલીસ કસ્ટડીમાં છે.પોલીસ દ્વારા બંધ બારણે કરવામાં આવતી તપાસમાં આજ સુધીમાં શું તપાસ કરી? જયસુખભાઇ પટેલને ક્યાં મુદ્દે પૂછપરછ કરવામાં આવી તપાસમાં જયસુખભાઇ પટેલે સહયોગ આપ્યો કે કેમ?રિમાન્ડ દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં કોઈ સરકારી અધિકારી કે પદાધિકારીની સંડોવણી હોવાની શંક છે જેથી તેની પૂછપરછ કરવા માગે છે તો પોલીસની તપાસમાં અન્ય કોઈ આરોપીના નામ ખુલ્યા છે કે નહિ આવી એક પણ બાબતની સામાન્ય વિગતો જાહેર ન કરનારી પોલીસે ખરેખર તપાસમાં શું નવું લાવે છે તે તો ખુદ પોલીસ જાણે જયસુખભાઇ પટેલના ૭ દિવસના રિમાન્ડની મુદત આજે પૂર્ણ થશે જેથી આજે તેમને આજ કોર્ટમાં મેજિ્સ્ટેટ સમક્ષ હાજર કરવામાં આવશે મેજિસ્ટ્રેટ સમક્ષ શું ખુલાસા થશે તે જોવું રહ્યું

