HomeGujaratમોરબીમાં રોડ ઝઘડો કરવાની ના પાડતા લુખ્ખાએ પિતા પુત્ર પર છરીથી હુમલો...

મોરબીમાં રોડ ઝઘડો કરવાની ના પાડતા લુખ્ખાએ પિતા પુત્ર પર છરીથી હુમલો કર્યો

મોરબી શહેરના સર્કિટ હાઉસ નજીક આવેલ હરીપાર્કમાં રહેતાં દક્ષરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા તેના પિતા ધર્મેન્દ્રસિંહ ઝાલા તેનું બાઈક પર ઘરની પાણીની મોટર રિપેર કરવા જતાં હતાં તે દરમિયાન સર્કિટ હાઉસ પાસે રોડ પર એક શખ્સ યુવતી સાથે ઝઘડો કરતો હોય જેથી ધર્મેન્દ્રસિંહ દ્વારા ઝઘડો કરતા યુવકને રોડ પર કેમ ઝઘડો કરો છો તેમ કહેતા ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાનું નામ અમિત કોળી જણાવ્યું હતું અને યુવતી તેની પ્રેમિકા હોય તમારે શું લેવા દેવા છે તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો જેથી ગાળો ન બોલવાનુ કહેતા આરોપીએ ફરિયાદીના પિતા ને માર મરવા લાગ્યો હતો અને છરી કાઢી તેમના પર હુમલો કર્યો હતો જોકે યુવક દક્ષરાજ વચ્ચે પડતાં છરી પીઠના ભાગે લાગી હતી ઘટના બાદ આરોપીએ ધાક ધમકી આપી ફરાર થઈ ગયો હતો.બીજી તરફ ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે દક્ષરાજે આરોપી અમિત કોળી વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે કાયદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW